12 વર્ષની કિશોરીને ધાવણ આવતું જોઇને માતા આશ્ચર્યમાં મૂકાઇ, પુત્રીએ જણાવી એવી આપવીતી કે…

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-08 13:55:11
  • Views : 1559
  • Modified Date : 2019-09-08 13:55:11

રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક અત્યાચારો વધી રહ્યા છે, આ સિવાય મહિલાઓ અને યુવતીઓ પર બળાત્કારના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતના કડોદરામાં એક 12 વર્ષની કિશોરીને લઇને હૃદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે.

કડોદરામાં 12 વર્ષની દીકરીને છાતીમાં દૂધ આવતા માતાની આંખો પહોંળી થઇ ગઇ હતી. ત્યારબાદ ગભરાયેલી માતાએ પોતાની પુત્રીનો પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવતા માતાના નીચેથી જમીન સરકી ગઇ હતી.

હોસ્પિટલમાં રિપોર્ટમાં મોટો ધડાકો થયો હતો. રિપોર્ટ પ્રમાણે, ધોરણ 7માં અભ્યાસ કરતી કિશોરીને 7 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ માતાએ કિશોરીને વિગતવાર પુછતા દીકરીના વહેણ સાંભળી માતા સમસમી ગઇ હતી.

કિશોરીએ માતાને જણાવ્યું હતું કે, આઠ મહિના અગાઉ ઘર પાસે કેળાની લારીવાળો બહાર રિક્ષામાં લઈ ગયા બાદ બદકામ કરી ત્રણ રસ્તે છોડી ચાલી ગયો હોવાનું જણાવ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ધોરણ 7માં અભ્યાસ કરતી કિશોરીને હવસનો શિકાર બનાવનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કિશોરીએ મોતાને પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે, આઠ મહિના પહેલા ણી ઘર નજીક કેળા લેવા ગઈ હતી. જ્યાં કેળાની લારીવાળા એ ‘ચલ તુજે સામાન ભી દિલાતા હું ઓર ખાના ભી ખીલાતું હું’ કહી રિક્ષામાં લઈ ગયો હતો. ત્યારબાદ કોઈ અજ્ઞાન જગ્યાએ લઈ જઈ જબરજસ્તી કરી ગંદુ કામ કર્યું હતું. ‘ મેં બોલી એ સબ મમ્મી કો બોલ કે તેરી પિટાઈ કરવા ઉંગી તો વો બોલા થા.. તેરી મમ્મી-પપ્પા કો પતા ચલે ઉસ સે પહેલે મેં ભાગ જાઉંગા’ કહી મેળો લાગે ત્યાં ત્રણ રસ્તા પર છોડી ભાગી ગયો હતો. ત્યારબાદ ક્યારેય પણ તેની લારી કે તેને જોયો નથી.

આ ઘટના વિશે માતાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જ દીકરીના પેટ પર નજર પડતા ફૂલી ગયું હોવાનું અને ત્યારબાદ છાતીમાંથી દૂધ પડતું હોવાનું બહાર આવતા ચોકી ગયા હતા.

પહેલા તો શુ કરવું અને શું ના કરવું એની અસમંજસ વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોને મળ્યા હતા. રિપોર્ટમાં 12 વર્ષની દીકરીને 7 માસના ગર્ભ હોવાનું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News