અમીરગઢના વિરમપુરમાં પુત્રે પિતાને છરીના ઘા માર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 11:13:49
  • Views : 543
  • Modified Date : 2019-06-28 11:13:49

પુર ગામે એક પિતાએ પોતાના પુત્રને ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાઈ જઈ પિતાના પીઠમાં છરીના ઘા મારી ફરાર થઈ જવા પામ્યો હતો. આ ઘટનાથી ગામમાં ચકચાર પ્રસરી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ
ધનપુરા ગામના લાડુભાઈ સીણાભાઈ ઘ્રાંગી (ઉ.વ. ૫૦) કામ અર્થે વિરમપુરની બજારમાં ગયા હતા. ત્યારે તેમનો પુત્ર માનાભાઈ લાડુભાઈ ધ્રાંગી અને ભત્રીજા શંકરભાઈ પુનાભાઈ ધ્રાંગી બંન્નેને બજારમાં ફરતા જાતા તેમને માનાભાઈને ઠપકો આપતા કહ્યું કે કેમ કોઈ કામ ધંધો નથી કરતો. આથી માનાભાઈ ઉશ્કેરાઈ જઈ પોતાના પિતા લાડુભાઈને પીઠના ભાગે છરીના ઘા માર્યા હતા. જ્યારે ભત્રીજા શંકર  પાસે  લોખંડનો ભાલો હતો. આ બન્ને જણા લાડુભાઈને ઘાયલ કરી નાસી છુટયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ દ્વારા વિરમપુરની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  જ્યાં તેમની પીઠના ભાગે ત્રણથી ચાર ટાંકા આવ્યા હતા.
આ ઘટનાની જાણ અમીરગઢ પી.એસ.આઈ.
પી.વી.વાઘેલાને થતા તેઓ અને વિરમપુર આઉટ પોસ્ટના એ.એસ.આઈ. જસવંતભાઈએ પણ ઘટનાસ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News