લાખણીમાં કૃષ્ણભક્તોએ મોરારીબાપુનું પૂતળું સળગાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 11:44:45
  • Views : 662
  • Modified Date : 2020-06-08 11:44:45

સનાતન હિન્દૂ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણનો વિશેષ મહિમા રહેલો છે સમગ્ર ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો વસવાટ કરે છે શ્રીમદ્દ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ બતાવી છે સનાતન ધર્મના લોકોને ભગવાન શ્રી કૃષ્ણમાં અપાર આસ્થા અને વિશ્વાસ છે એવા ભગવાન શ્રી કૃષ્ણ વિશે મોરારીબાપુની એક વિડિઓ કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં એ ભગવાન શ્રી કૃષ્ણ વિશે અને તેમના ભાઈ અને પરિવાર વિશે અપમાન જનક ભાષા વાપરી રહ્યા છે અને ભગવાનને એક વ્યક્તિ બતાવી રહ્યા છે વળી દારૂડિયા અને છેડતી કરનાર બતાવ્યા છે. આ વિડિઓ વાયરલ થતાં ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોમાં ભારોભાર રોષ ફેલાયો છે ભક્તોમાં રોષ ફેલાતાં મોરારીએ માફી માંગી લીધી છે તેમછતાં ભકતો મોરારીને માફ કરવા તૈયાર નથી કારણ કે મોરારી દ્વારિકા જઈને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ ના ભક્તોનો રોષ આસમાને
પહોંચી ગયો છે અને લાખણી ખાતે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોએ મોરારીનું પૂતળું સળગાવ્યું હતું અને મોરારી હાય.. હાય અને ભગવાન શ્રી કૃષ્ણનો જયઘોષ કર્યો હતો. આ અંગે ભક્તોએ જણાવ્યું હતું કે સનાતન ધર્મના કારણે જ મોરારીની ઓળખ ઉભી થઈ છે તેમને બાપુનું બિરદુ આપવામાં આવ્યું છે તેમછતાં છેલ્લા કેટલાક સમયથી મોરારી બાપુ વ્યાસપીઠની મર્યાદાનું  ભાન ભૂલીને વાણી વિલાસ કરી રહ્યા છે. વ્યાસપીઠ પરથી મોલા મોલા અલી ધૂન બોલીને સનાતન ધર્મનું અપમાન કર્યું હતું. વળી ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે ત્યારે ભગવાન વિશે
વ્યાસપીઠ પરથી બોલનારને માફ ન કરી શકાય તેને સન્માન ન અપાય આ તો વિધર્મીઓ જે કામ કરી રહ્યા છે એજ કામ મોરારી કરી રહ્યા છે માટે મોરારીનું અપમાન કરવું જ જોઈએ જો એ ભગવાનનું સન્માન ન કરી શકે તો અમે તેનું ક્યારેય સન્માન કરવાના નથી. મોરારી દ્વારિકા જઈને દ્વારિકાધીશના દર્શન કરીને ભગવાન સમક્ષ માફી માંગે તો જ તેનું સન્માન કરવામાં આવશે બાકી મોરારીનું વિવિધ પ્રકારે વિરોધ અને અપમાન કરતા રહીશું. રાબ ટિપ્પણી કરી હતી

Download Our B K News Today App



Related News