અંબાજી ખાતે એકતા કપૂરના પૂતળાનું દહન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-05 12:01:37
  • Views : 713
  • Modified Date : 2020-06-05 12:01:37

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ખાતે હાલ અનલોક ૧ નું ફેઝ ચાલી રહ્યુ છે. અંબાજી વસ્તીની દ્રષ્ટીએ ઘણું નાનું છે અને અહીની જનતા દેશ ભક્તિ અને ભારતીય આર્મીને ભારે માન સન્માન આપે છે. ત્યારે
તાજેતરમાં એકતા કપૂરની વેબ સિરીઝમાં જે પ્રકારે ઇન્ડિયન આર્મી વિશે બતાવવામાં આવ્યું છે, તેને લઈને નિવૃત્ત આર્મી મેન સંદીપસિંહ અને આર્મીમાં જવા માંગતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેથી તેઓએ એકતા કપૂરના પૂતળાનું દહન કર્યું હતું.
પારિવારિક સિરિયલ બનાવતી એકતા કપૂરે હાલમાં એક વેબ સીરીઝ બનાવેલ છે. જેમાં ભારતીય આર્મીની ઉપર અશોભનીય ટિપ્પણી કરી હતી, જેને લઇને  એક્સ આર્મી મેન સંદીપસિંહ રાજપૂત દ્વારા અંબાજી ખોડી વડલી સર્કલ પર એકતા કપૂરનું પુતળું બનાવી અને તેને ચંપલ વડે માર મારી અને  મોઢા પર કાળી શાહી ફેંકી તેના પૂતળાનું દહન કરાયું હતું અને રોષ ઠાલવ્યો હતો.
યાત્રાધામ અંબાજી ખાતે બપોરના સુમારે સંદીપસિંહ રાજપૂત એક્સ આર્મીમેન અને આર્મીમાં જવાની તૈયારી કરતા નવ જવાનો દ્વારા આર્મી વિરુદ્ધ પ્રોડ્‌યુસ કરાયેલી વેબ સિરીઝ બાબતે એકતા કપૂર સામે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ રોષને લઈને અંબાજીના એક્સ આર્મી મેન સંદીપસિંહ રાજપૂત અને આર્મીમાં જવાની તૈયારી કરતા અંબાજીના યુવાઓ દ્વારા એકતા કપૂરનું પુતળું બનાવી એકતા કપૂર હાય હાયના નારા લગાવી અને એકતા કપૂરના
પૂતળાને સળગાવી અને રોષ ઠાલવ્યો હતો અને એકતા
કપૂરની આ વેબ સીરીઝ સરકાર તાત્કાલિક બંધ કરે અને એકતા કપૂર આર્મી જોડે માફી માંગે તેવી માંગ કરી હતી. એક્સ આર્મી મેન અને કરણીસેનાના અધ્યક્ષ સંદીપસિંહ રાજપુત અને તેમની ટીમે પણ આ વેબ સિરીઝનો ભારે વિરોધ કર્યો છે. સાથે સમાજ સેવક અને લઘુમતી મોરચાના મહામંત્રી વસીમ મેમણએ પણ ઘટનાને વખોડી હતી. આ સાથે આર્મીની તૈયારી કરતા અંબાજીના યુવાઓએ
પણ રોષ ઠાલવ્યો હતો. આ સિવાય અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠનના જિલ્લા સંગઠન મહામંત્રી અને અંબાજીના યુવા નેતાએ પણ આ ઘટનાને વખોડી હતી.

Download Our B K News Today App



Related News