હાથરસમાં યુવતી સાથે દુષ્કર્મ મામલો થરાદ કોંગ્રેસ સમિતી દ્વારા ઉગ્ર વિરોધ સાથે પૂતળાદહન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 11:41:35
  • Views : 383
  • Modified Date : 2020-10-04 11:41:35

હાથરસની ગેંગ રેપ
પીડિતાને ન્યાય માટે શુક્રવારે થરાદ ખાતે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ આંબાભાઇ સોલંકીના અધ્યક્ષસ્થાને આગેવાનો, કાર્યકરો, મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઇ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને પીડીતાને તાત્કાલિક ન્યાયની માંગ કરી હતી. તેમજ કોંગ્રેસના નેતાઓએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીનું પૂતળાદહન કર્યુ હતુ, ત્યારે
પોલીસે આવી મામલો શાંત
પાડ્યો હતો. ઉતરપ્રદેશમાં ભારતની બે દીકરીઓ પર સામુહિક બળાત્કાર બાદ
બર્બરતાપૂર્વક હત્યા અને
પોલીસ દમનગીરી સામે પ્રચંડ વિરોધ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગીરાજનું પુતળાદહન કરી ઉગ્ર આક્રોશ સાથે થરાદમાં વિરોધ કરવામાં આવ્યો. જેમાં બનાસકાંઠા જિલ્લાના કોંગેસ અગ્રણી ડી. ડી. રાજપૂત, કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઇ સોલંકી,  પથુસિંહ રાજપૂત,
પાલિકા ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, બચુશા બાનવા, દશરથ શ્રીમાળી, હાજીભાઈ
પઢાન, પ્રધાનજી ઠાકોર, દિલાવરસિંહ વાઘેલા, ઉસ્માન મેમણ તેમજ કાર્યકર્તાઓએ બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આગળ મીણબતી વડે શ્રદ્ધાંજલિ આપી હતી.

Download Our B K News Today App



Related News