પુસ્તકોના ભાવમાં 80%નો વધારો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-02 17:19:08
  • Views : 467
  • Modified Date : 2019-06-02 17:19:08

રાજ્યમાં 10 જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર પુસ્તકોની કિંમતોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક પુસ્તકોમાં તો લગભગ 300% જેટલી કિમતમાં વધારો સામે આવી રહ્યો છે. તો આ વર્ષે આશરે 50% થી 100% સુધીનો વધારો સામાન્ય રીતે લગભગ દરેક ધોરણના પુસ્તકમાં વધવા પામ્યો છે. હવે જો તમે આ ભાવ વધારાની રમક ચૂકવી પણ દો, તો અમુક પુસ્તકો એવા પણ છે જે હાલના તબક્કે બજારમાં ઉપલબ્ધ પણ નથી.ધોરણ 12 સાયન્સ અને 10ના પુસ્તકોમાં 300% સુધી ભાવવધારો થયો છે. અનેક પુસ્તકો તો હજુ દુકાનો સુધી પહોંચ્યા પણ નથી. તમામ પુસ્તકો મળતા હજુ એક મહિનાનો સમય લાગે તેવી શક્યતા છે. ત્યારે આ ભાવવધારો વાલીઓની કમર તોડી નાખે તેવો છે. સંતાનોને ભણાવવા છે, તેથી મોંઘી કિંમતના પુસ્તકો ખરીદવા સિવાય તેમની પાસે કોઈ ઓપ્શન નથી. 

Download Our B K News Today App



Related News