જનમી જણે તો ભક્ત જણ જે કા દાતા કાં શુર, નહિતો રહેણે વાંઝણી તારૂ મત ગુમાવીશ નૂર લખા ભગતે રચેલા પાંચસો પુસ્તકોનું વિમોચન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 11:29:55
  • Views : 442
  • Modified Date : 2019-12-02 11:29:55

થરાદ ખાતે આવેલા બળીયા હનુમાને અવધ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. થરાદ, વાવ,
સુઈગામના તમામ કવિ, લોકસાહિત્યકાર, ભજનીક, કથાકાર અને સંગીત કલાકારોનું સ્નેહમિલન યોજાયું. જે કાર્યક્રમ થરાદના ‘લખાભગત’ એટલે ઢીમા ધરણીધર ભગવાનના ભક્ત તેમજ ઢીમા કાળીયા ઠાકરના ૧૬૫ ભજનનોની રચિયતા કરી ભજનનોની રચિયતા કરી તેમના ૫૦૦ પુસ્તકો
઼બનાવામાં આવ્યા. જેમાં આ અવધ ઉત્સવ કાર્યક્રમમાં ૫૦૦ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું. તેમજ હાજર રહેલા કવિઓ, કલાકારોને ૨૦૦
પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા. તેમજ લખાભગતનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તેમજ લખાભગત એટલે બનાસકાંઠાના વાવ તાલુકામાં આવેલા કાળીયા ઠાકરના ભગત, લખો ભગત થરાદ શહેરમાં વસનાર એક સામાન્ય વ્યÂક્ત, ભÂક્તમય અને સાદગી ભર્યુ જીવન  દિવસ દરમિયાન ૩ કલાકની પરમત્મા સાથે એકાંત મિલન તેમના જીવનમાં વિવિધ કરશે. સાથે અનુભવનો વણજાર મેળવલો, તેમજ તેમણે સદ્‌ગુરૂ દેશવાળા નામની ભજનની રચના કરીએ ભજન લોકગાયક અને થરાદના
રાજકવિ રણજીતદાન ગઢવીના કંઠે તૈયાર કરી તેનું પણ વિમોચન કરવામાં આવ્યું. લખાભગતનું પરમાત્મા સાથે સાધના ધ્યાન દરમિયાન ઢીમાના ધરણીધર ભગવાને સાસત દર્શન આપ્યા અને તેમના થરાદ ખાતેના મંદિર માટે ૯૧ દિવસ અનાજ છોડી રોજ પગપાળા ચાલીને કાળીયા ઠાકરના દર્શન કરવા ત્યાર પછી ૯૧ દિવસે દાતાઓ મળીને મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આજે પણ રોજ ઢીમા દર્શન કર્યા પછીજ રોજીંદા કાર્ય કરવાનો સંકલ્પ છે. આ સરસ મજાના અવધ ઉત્સવમાં દશરથદાન ગઢવી, વાલજીભાઈ દવે, મહેશભગત, તગજી બારોટ, મહેશ બારોટ, નવિન ભાટી, દેવિકા રબારી, શ્રધ્ધા વાણીયા, શિવાભાઈ, મોન્ટુ મારાજ સહિત કલાકારો, કવિઓએ હાજરી આપી.

Download Our B K News Today App



Related News