ડીસામાં તાલુકા સંઘના પૂર્વ ચેરમેન સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:20:47
  • Views : 313
  • Modified Date : 2021-03-10 11:20:47

બનાસકાંઠાનું ડીસા શહેર રાજકીય લેબોરેટરી ગણાતું હોઇ રાજકીય ક્ષેત્રે નીતનવા ગરમાગરમ વિવાદો સર્જાતા રહે છે. આવી સ્થિતિમાં છેલ્લા એકાદ વર્ષથી વિવાદોમાં
સપડાયેલા ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન સામે ૧.૮૦ કરોડની ઉચાપતની ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચ્યો છે.
ડીસા ખાતે ૧૯૫૫ થી કાર્યરત ધી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ ખેડૂતોને ખાતર સહિતની સેવાઓ પૂરી પાડે છે. આ સંસ્થાનો વહીવટ લોકશાહી ઢબે ચૂંટાતી કમિટીઓ સંભાળતી આવી છે. સંસ્થાના નિયમો મુજબ નિયત સમયે પ્રવર્તમાન કમિટીની મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજી નવી કમિટીની રચના થતી હોય છે. જાેકે ડીસા તાલુકા સંઘની ગત બોડીએ વહીવટમાં મનમાની આચરી કથિત રીતે આર્થિક ગોટાળા કર્યાના આક્ષેપો થતાં જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)એ ડીસા તાલુકા સંઘના તત્કાલીન ચેરમેન દશરથભાઈ દેસાઈ (ડી. કે.) સહિત સંચાલક મંડળને બરતરફ કરી નવી કાર્યવાહક કમિટીની રચના કરાઈ હતી અને સંઘનુ ચેરમેન પદ ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને સોંપાયું હતું.
દરમિયાન, ડીસા તાલુકા સંઘમાં તત્કાલીન ચેરમેન દ્વારા આચરાયેલ કથિત ગેરરીતિ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરાઇ હતી જે દરમિયાન સંઘના તત્કાલીન ચેરમેન દશરથભાઈ દેસાઈએ ૧૧ મી
જુલાઈ - ૨૦૧૬ થી ૯ મી ઓકટોબર, ૨૦૨૦ સુધીના એમના ચેરમેન પદના કાર્યકાળ દરમિયાન પોતાના મળતીયાઓ સાથે મળી પોતાના આર્થિક ફાયદાઓ માટે ગેરરીતિઓ આચરી ખોટા દસ્તાવેજાે અને ખોટા હિસાબો રજૂ કરી કુલ  ૧,૮૦,૮૧,૨૩૮.૪૧ /-  
રૂપિયાની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જિલ્લા રજિસ્ટ્રારનો આ
તપાસ રિપોર્ટ સંઘની નવી કમિટી સમક્ષ મૂકાતા સંઘના તત્કાલીન ચેરમેન તેમજ તેમના મળતીયાઓ સામે ફરિયાદ નોંધાવવાનો ર્નિયણ લેવાયો હતો.
ડીસા તાલુકા સંઘના આ ચકચારી કૌભાડ મામલે સંઘના મેનેજર ઈશ્વરભાઈ દેસાઈએ ડીસા ઉત્તર પોલીસ મથકમાં ધોરણસરની ફરિયાદ નોંધાવતા
પોલીસે સંઘના તત્કાલિન ચેરમેન દશરથભાઈ દેસાઈ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦ બી, ૪૦૬, ૪૦૮, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭ (ક) ,૧૧૯ મુજબ ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News