ધાનેરામાં ખુલ્લેઆમ વેચાતા દારૂ સામે પાલિકાના પૂર્વ પ્રમુખની ચિમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 11:54:24
  • Views : 501
  • Modified Date : 2019-08-29 11:54:24

ધાનેરા શહેરમાં ચાલતા મોટા પ્રમાણમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેમજ દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થતુ હોવાથી શહેરમાં રોજ કેટલાય દારૂડીયાઓ રસ્તાઓ ઉપર
પડેલી હાલતમાં જોવા મળતા હોય છે. અને તે બાબતે
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શાંતિલાલ રાઠોડે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ તેમની અરજીઓને પણ પોલીસ ઘોળીને પી જતાં તેઓએ મુખ્યમંત્રી ઓનલાઇન ફરીયાદનો સહારો લીધો છે અને જો આ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મોતાના દેહની બલી આપવી પડે તો પણ તે બાબતે લડત આપવા ત્યાર થયા છે.
ગાંધીજીના ગુજરાતમાં રાજસ્થાન કરતાં પણ વધારે દારૂનું વેચાણ થઇ રહ્યુ છે અને તે પણ છેડેચોક થઇ રહ્યુ છે. મંગળવારના રોજ અમદાવાદના કુબેરનગર વિસ્તારના દેવલાલી બહારમાં ધોળા દિવસે દારુનું ખુલ્લેઆમ કટીગ થાતુ હોય અને લોકો દારૂ લેવા લાઇનમાં ઉભા હોય તેવા વિડીયો બહાર આવવા એ ગાંધીજીના ગુજરાતમાં સરકારે માથુ શરમથી ઝુકાવવા બરાબર છે અને તેવો જ હાલ ધાનેરામાં જોવા મળી રહ્યો છે. અને આ દારૂની બદીને બંધ કરાવવા માટે ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી શાંતિલાલ રાઠોડ દ્વારા અવાર નવાર પોલીસને રજુઆતો કરવામાં આવેલ અને તે બંધ ન થતાં તેઓએ કલેકટરને લેખિત રજૂઆતો કરેલ અને કલેકટરે પોલીસવડાને આ બાબતે તપાસ કરવા જણાવેલ. પરંતુ તે બાબતે કોઇ તપાસ થવા પમેલ નહી. જેથી તેઓએ ના છુટકે મુખ્યમંત્રી ઓનલાઇનમાં ફરિયાદ કરતા તેમની અરજી ધાનેરા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવી હતી પરંતુ
પોલીસે પણ આ બાબતે સંતોષકારક જવાબ ન આપતા તેઓએ પોતાની આપવીતી અને પોલીસની કુટ્ટનિતી બાબતે બળાપો કાઠયો હતો અને ધાનેરામાંથી દારૂ બંધ કરાવવા માટે તેઓએ જીવનની બલી આપવી પડે તો પણ આપશે પરંતુ દારૂ બંધ કરાવશે તેવુ સ્વાગત અધિકારી સામે પણ જણાવ્યુ હતું.

Download Our B K News Today App



Related News