પુરુષોથી કંટાળેલી 49 વર્ષીય પૂર્વ મોડલ એલિઝાબેથ 6 વર્ષના કૂતરાં સાથે ચર્ચમાં લગ્ન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-25 18:37:43
  • Views : 465
  • Modified Date : 2019-07-25 18:37:43

દુનિયામાં અવનવા લગ્ન થયા હોય તે તો તમે સાંભળ્યું હશે, પણ શું ક્યારેય કોઈ વ્યક્તિએ તેના કૂતરાં સાથે લગ્ન કર્યા હોય તેવું સાંભળ્યું છે! જી હા, ઇંગ્લેન્ડની પૂર્વ મોડલ એલિઝાબેથ હોડ 6 વર્ષના કૂતરાં સાથે લગ્ન કરવાના પ્લાન બનાવી રહી છે. 49 વર્ષીય મોડલે પુરુષોના નખરાથી થાકીને આ નિર્ણય લીધો છે.એલિઝાબેથની બે વખત સગાઈ તૂટી તેના ગોલ્ડન રેટ્રીવર જાતિના કૂતરાંનું નામ 'લોગન' છે. 20 લોકોની હાજરીમાં તે ચર્ચમાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. લોગન સાથે મેરેજ કર્યા પછી તે ડોગ ફ્રેન્ડલી હનીમૂન પર જશે. એલિઝાબેથની અત્યાર સુધી 2 વખત સગાઈ થઇ ચૂકી છે, પણ તેને જોઈએ તેવો મનનો માણીગર મળ્યો નથી.અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ'ડોગ સાથે મેરેજ કરવા બાબતે એલિઝાબેથે કહ્યું કે, મેં છેલ્લા 8 વર્ષમાં 6 ડેટિંગ એપની મદદથી કુલ 220 લોકોને ડેટ કર્યા છે. મને તે કોઈ સાથે લગ્ન કરવા યોગ્ય લાગ્યું નહીં. કોઈ વ્યક્તિને બદલે મેં કૂતરાં સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને તે હંમેશાં મારી પડખે ઊભો રહે છે. અમે બંને હંમેશને માટે સાથે રહીશું. ઘણા લોકો મને પાગલ સમજે છે, પણ હું જે કરી રહી છું તે યોગ્ય જ છે.

Download Our B K News Today App



Related News