થરાદ ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની જંગી જાહેરસભા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:12:05
  • Views : 450
  • Modified Date : 2019-04-21 05:12:05

અસલ કાઠીયાવાડી તળપદી ભાષામાં કોંગ્રેસને આડે હાથે લેતા પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે  હરિભાઇ ચૌધરી સંસદ સભ્ય હતા તેમની જગ્યાએ પરબતભાઇ આવ્યા, આથી વરરાજા બદલાયા તોય વરરાજા હવે અણવર થઇને જાય માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી ભારતના વડાપ્રધાન બનાવવા માટેની છે, ભાજપમાં તો નરેન્દ્રભાઇ નક્કી જ છે. જ્યારે સામે પક્ષે કોઇપણ ઉમેદવાર જ નથી. અહીંથી
પરબતભાઇ ચૂંટાઇને કેન્દ્રમાં જાય એટલે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન થઇ જ જશે, જ્યારે કોંગ્રેસમાં તો ખુદ શરદ પવારે કહેલું છે કે રાહુલ વડાપ્રધાન
પદની રેસમાં નથી તેમણે ઉમેર્યુ કે સરહદી વિસ્તારના પનોતા
પુત્રને દિલ્હી મોકલવાની વાત
પહેલીવાર આવી છે ત્યારે મતદાનના દિવસે સજોડ જઇને મતદાન કરજો તેવી અપીલ પણ કરી હતી.
તેમણે ઉમેયુ હતું કે  નરેન્દ્રભાઇએ ૧૮૦૦ ગામડાઓની પંચાયતોમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ પેટે પહોંચાડયા છે. એક મિનીટમાં એક કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. ૨૦૦૦ ટ્રાન્સફર કરવાનું કામ માત્ર નરેન્દ્રભાઇ મોદી જ કરી શકે. તેમણે જણાવ્યું કે હાલમાં બે હેક્ટર સુધી જમીન ધરાવનાર ખેડૂતને રૂ. ૬૦૦૦ આપવાના છે તે ચૂંટણી પછી જમીન મર્યાદા નીકળી જશે. જેના નામ ૭/૧૨ના ઉતારા હશે તે તમામ માટે લાગુ પડશે. આમ ખેડૂતોની વાત માત્ર નરેન્દ્રભાઇ જ સાંભળી શકે છે. કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું કે હવે કોંગ્રેસ ખેડૂતોને રૂ. ૭૨૦૦૦
આપવાની ઠગારી વાતો કરે છે, તે માત્ર વાયદાનો જ વેપાર કરે છે. તેમણે જણાવ્યું કે કાશ્મીરમાં આસફાનો કાયદો હટાવવાની અને સેનાને હટાવવાની વાતો કોંગ્રેસ કોની માંગણીથી કરે છે તેનો જવાબ આપે. તેમણે સેનાનું મોરલ તોડનારી કોંગ્રેસને સજા કરવા આહ્વાન કર્યુ હતુ. સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનારા સામ પિત્રોડાને આડે હાથ લેતા જણાવ્યું કે કોંગ્રેસના આવા નિંદનીય સલાહકારોથી ખુદ કોંગ્રેસ જ છેડો ફાડી રહી છે.       
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન  શંકરભાઇ ચૌધરીએ પ્રચંડ બહુમતીથી પરબતભાઇ પટેલને વિજયી બનાવવા સૌ કોઇને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યુ હતુ. કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ પણ પોતાને ગત ટર્મમાં મળેલી બહુમતીથી પણ વધારે બહુમતી પરબતભાઇને મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉમેદવાર
પરબતભાઇ પટેલે સૌનુ સ્વાગત કરીને  નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બને તે માટે આપણા જિલ્લામાંથી પણ એક કમળ દિલ્હી જાય તેવો અનુરોધ કરીને પોતાને જંગી મતોની લીડથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે  ધનજીભાઇ ગોહીલ, વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ,  ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા પ્રભારી દુષ્યંતભાઇ
પંડ્‌યા સહિત વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

Download Our B K News Today App



Related News