રાજકોટ જિલ્લાના ૨૨ કેન્દ્ર પર ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ, જૂના માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે ૯ ખેડૂતો જ મગફળી વેચવા આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 11:31:55
  • Views : 328
  • Modified Date : 2020-10-26 11:31:55

  રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા જિલ્લાભરમાં મગફળીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ જિલ્લામાં આજથી ૨૨ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે પ્રથમ દિવસે જ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં નબળો પ્રતિસાદ જોવા મળ્યો છે. યાર્ડમાં પડધરી, લોધીકા અને રાજકોટ તાલુકાના ખેડૂતો જ મગફળી વેચવા આવ્યા છે. મહત્વનું છે કે ખેડૂતોને ખુલ્લા બજારમાં ૧૨૦૦થી ૧૩૦૦ રૂપિયા ભાવ મળી રહ્યો છે. જેથી ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યાં છે.

  એક ખરીદી કેન્દ્ર પર કર્મચારી મૂકવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં ૯૭ હજાર ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રથમ તબક્કે ૨૦-૨૦ ખેડૂતને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરળતા રહે એ માટે દરેક ખેડૂતને SMSથી જાણ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે પુરવઠા વિભાગ દ્વારા CCTV દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. રાજકોટમાં એક કેન્દ્રમાં એક અધિકારી સહિત કર્મચારી ફરજ બજાવશે. કેન્દ્ર પર CCTVથી મોનિટરીંગ કરવામાં આવશે. પહેલા ૨-૩દિવસ ૨૦-૨૦ ખેડૂતોને બોલાવવામાં આવશે. જે બાદ ૫૦-૭૦ ખેડૂતોને બોલાવવામાં આવશે. પુરવઠા વિભાગ દ્વારા ૧૪૦ ગોદામ ભાડે રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં ૯૫ હજારથી વધુ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

   રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા સમગ્ર રાજ્યમાં મગફળીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સરકાર આજથી મગફળીની પ્રતિ મણ રૂ.૧૦૫૫ ના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરી છે. આ ખરીદીની પ્રક્રિયા ૯૦ દિવસ સુધી ચાલશે. દરેક ખેડૂત પાસેથી ૨૫૦૦ કિલો મગફળી ખરીદ કરી શકાશે. મહત્વનું છે કે આ વર્ષે રાજકોટ જિલ્લામાં ગત વર્ષ કરતા ૧૫થી વધુ ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન થયું છે.

Download Our B K News Today App



Related News