મહાપાલિકામાં ૩૪૫ કરોડનું પુરાંતલક્ષી બજેટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 12:12:40
  • Views : 278
  • Modified Date : 2021-01-23 12:12:40

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં શુક્રવારે ૩૩.૧૯ કરોડની પુરાંતવાળુ અંદાજ પત્ર રજૂ કર્યું હતું. વર્ષ ૨૦૨૧-૨૨ માટે સુચિત અંદાજાેમાં ઉઘડતી સિકલ ૧૮૫.૩૬ કરોડ તથા કુલ આવક ૧૯૩.૦૩ કરોડ સામે ૩૪૫.૨૦ કરોડના ખર્ચનો અંદાજ લગાવાયો છે. ગત વર્ષે બજેટનું કદ ૨૭૮.૩૭ કરોડ રહ્યું હતું જેમાં ૬૬.૮૩ કરોડના વધારા સાથે નવા વર્ષે બજેટનું કદ ૩૪૫.૨૦ કરોડ થયું છે. મનપાન નવા વિસ્તારોમાં સુવિધાઓ ઉભી કરવા માટે બજેટમાં ૮૦.૯૦ કરોડની જાેગવાઈ કરાઈ છે.
નવા વિસ્તારોમાં હાલ જૂની આકરણી પ્રમાણે જ મિલકત વેરો વસુલવામાં આવશે. સ્વચ્છ ગણાતા ગાંધીનગરમાં સફાઈની કામગીરી માટે ૩૬.૨૭ કરોડની જાેગવાઈ કરાઈ છે, જેમાં મુખ્યત્વે આંતરીક તેમજ મુખ્ય માર્ગોની સફાઈ માટે ૧૧.૨૦ કરોડ ખર્ચાશે. નવા વિસ્તારોના આંતરિક મુખ્ય માર્ગોની સફાઈ ૯ કરોડ, જાહેર શૌચાલયા નિભાવણી માટે ૪ કરોડ, ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે ૧૧ કરોડ જેમાંથી ૫ કરોડ નવા વિસ્તારમાં ખર્ચાશે.

Download Our B K News Today App



Related News