શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના પ.પૂ.મહંત શીવપુરીબાપુની છઠ્ઠી પુણ્યતિથિ ઉજવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-19 13:07:29
  • Views : 713
  • Modified Date : 2019-11-19 13:07:29

સંત બોલતા હોય ત્યારે તો સહુ કોઈ જોવા આવે પણ સંત જયારે બોલવાનું બંધ કરે તોય લાખો લોકો એના પાર્થિવ દેહના દર્શન કરવા આવે એનું નામ ધર્મ ગુરૂ.પ.પૂ.મહંત  શીવપુરીબાપુએ દિવસ કે રાત જોયા નથી. દેહની પરવાહ કરી નથી.બસ દરેકને રાજી કરવા સહન જ કરતાં રહ્યા. કોઈ ના બાપ બન્યા, માં બન્યા, ભાઈ બન્યા, મિત્ર બન્યા.ગુરુથી પણ આગળ વધી દરેક માટે તો ભગવાન જ હતાં.છ વર્ષ કલ્પ જેવું લાગ્યુ તમારા વગર.પરમ પૂજ્ય મહંતશ્રી શીવપુરીબાપુ દ્વારા દરેકને એજ ગુણાતીત સુખ આપતા રહેજો. અખીલ ભારત ભરવાડ સમાજના ધર્મ ગુરુશ્રી શીવપુરીબાપુ એવા તેજસ્વી સંત,ગોપ્રેમી,સમગ્ર ભરવાડ ગોપાલક સમાજના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત શ્રી શીવપુરીબાપુ નિર્વાણ પામ્યા હતા અને આજનાં આ દિવસે અમને કેમ ભુલાય બાપુની ખોટ ભરવાડ સમાજ,સેવક સમાજ અને ધર્મપ્રિય લોકોને કદી ન પૂરી શકાય એવી ખોટ પડી છે. તેઓ ભરવાડસમાજ માટે એક આદર્શ અને પ્રેરણા સ્રોત હતા.આવી મહાન વિભૂતિ સવંત ૨૦૭૦ કારતક વદ ૫ ને તા.૨૧-૧૧-૨૦૧૩ ના દિવસે બ્રહ્મલીન પામેલ.તા.૨૨-૧૧-૨૦૧૩ ના રોજ સવારે પાલખીયાત્રામાં ભારત ભરમાંથી ભરવાડ સમાજ સાથે સાથે અઢારેય વર્ણના દર્શનાર્થીઓ પાલખીયાત્રામાં જોડાયા હતા. પાલખી યાત્રા બાદ સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી વાળીનાથ મહાદેવ મંદિરની બાજુમાં બ્રહ્મલીન પ.પૂ.મહંતશ્રી ૧૦૦૮ શિવપૂરીજી ગુરૂશ્રી નરભેપૂરીજીને સમાધિ આપેલ.જેઓને આજે ૬ વર્ષ પૂર્ણ થતા કારતક વદ ૫ ને રવિવાર ને તા.૧૭-૧૧-૨૦૧૯ ના રોજ બ્રહ્મલીન મહંતશ્રીની સમાધિને ફૂલોથી શણગારી આરતી પૂજન કરેલ આ છઠ્ઠી પુણ્યતિથિએ હજારો લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવેલ.પ.પૂ.મહંતશ્રી ૧૦૦૮ ઘનશ્યામપુરીજી ગુરૂ શિવપુરીજી,કેદારપુરીજી ગુરૂ શિવપૂરીજી,કરશનપુરીજી ગુરૂ શિવપૂરીજી, કાર્તિકપુરીજી ગુરૂ શિવપૂરીજી,શાન્તિપૂરી શંભુપૂરી ગૌસ્વામી, વીરભણભાઈ કે.દેસાઈ વગેરે ભાવિક ભક્તોએ ઉજવણીમાં જોડાયા હતા. 



Download Our B K News Today App



Related News