પુનમાજીની ઢાંણી પ્રા.શાળાએ જતા રસ્તા ઉપર પાણીનો ભરાવો વાલીઓ આક્રમક મુડમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 11:45:12
  • Views : 440
  • Modified Date : 2019-08-21 11:45:12

ડીસા તાલુકાના વડાવળ
પાટિયાથી બે કિલોમીટર અંદર આવેલી પુનમાજીની ઢાણી પ્રાથમિક શાળાના જતા રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી જતા વરસાદી પાણીનો ભરાવો થતાં શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો
પડી રહ્યો છે. જેને લઇ વાલીઓ પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.
ગતરોજ શાળાઓમાં વાલીઓ ભેગા થયા હતા અને આગામી સમયમાં આ રસ્તાનો કોઈ યોગ્ય નિકાલ નહી આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. શાળાના જતા રસ્તા ઉપર
પાણીના ખાડા ભરાઈ જવાથી આ વિસ્તારના રહીશોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
આ વિસ્તાર રેવન્યુની દ્રષ્ટિએ વડાવળ ગ્રામ પંચાયતમાં આવે છે. જ્યારે તે વિસ્તારના રહીશોનું મતદાન માલગઢ ગ્રામ પંચાયતમાં આવતુ હોવાથી રસ્તાની હાલત ખુબ જ ખરાબ થઈ છે.આ બાબતે  મીડિયા સમક્ષ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં આ રસ્તા પરથી ચાલવું પણ ખુબ જ મુશ્કેલ ભર્યુ છે. જેથી સત્વરે લાગતા વળગતા તંત્ર દ્વારા આ રસ્તાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News