પંજાબની ચૂંટણી પહેલા નવજોત સિદ્ધુને ડેપ્યૂટી સીએમ બનાવી શકે છે કોંગ્રેસ, આજે લંચ પર કેપ્ટન સાથે મુલાકાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 13:28:23
  • Views : 268
  • Modified Date : 2021-03-17 13:28:23

        અંદાજો લગાવાઈ રહ્યો છે કે પૂર્વ ક્રિકેટર તથા નેતા સિદ્ધુને રાજયમાં 2022માં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની ભૂમિકા આપી શકાય છે. મનાઈ રહ્યું છે કે સિદ્ધુને કોંગ્રેસ ડેપ્ટી સીએમનું પદ આપી શકાય છે.  બન્ને નેતાઓની વચ્ચે બપોપે ભોજન પર આ બીજી મુલાકાત હશે. આ પહેલા ગત વર્ષ નવેમ્બરમાં બન્નેની વચ્ચે એવી મુલાકાત થઈ હતી. જેને બન્ને પક્ષોની વચ્ચે અણબન દૂર કરવાની દિશામાં પહેલા પગલા તરીકે જોવામાં આવી રહ્યું હતુ. સિંહે ત્યારે કહ્યુ હતુ કે સિદ્ધુઅને તેઓ આવી મુલાકાત કરતા કહેશે.સિદ્ધુએ વર્ષ 2019માં સ્થાનીય નિકાય મંત્રાલય પાછુ લેવાયા બાદ મંત્રી પદમાંથી રાજીનામું આપી દીધુ હતુ. આ બાદથી કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સિદ્ધુને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં બન્ને નેતાઓની વચ્ચેની મુલાકાતને મહત્વપૂર્ણ મનાઈ રહી છે.

        કોંગ્રેસ નેતા તથા પંજાબ મામલાના પ્રભારી હરીશ રાવત સિદ્ધુને મહત્વપૂર્ણ પદ આપવાનું સમર્થન કરી રહ્યા છે. રાવતે 10 માર્ચે સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી.  સિદ્ધુએ કહ્યુ હતુ કે હરિશ રાવતજીએ મને બોલાવ્યો હતો. મુલાકાત પોઝિટિવ રહી છે.જ્યારથી સિદ્ધુ અમરિંદર સિંહ સરકારમાંથી બહાર થયા છે  કોંગ્રેસ વાતચીત કરવાનો પ્રયાસ કરી રહી છે.  સિદ્ધુના રાહુલ અને પ્રિયંકા સાથે સારા સંબંધો છે. આ તેમના પક્ષમાં મજબૂક કારક છે આ ઉપરાંત તેમને એક પ્રભાવશાળી પ્રચારક તરીકે જોવામાં આવે છે. જે પાર્ટીને મદદ કરી શકે છે. અંગ્રેજી અખબારની એક રિપોર્ટ મુજબ રાજ્ય નેતૃત્વને નારાજ ન કરતા સિદ્ધુને મહત્વપૂર્ણ પદ આપી શકાય એમ છે.પંજાબ

     

     

     

Download Our B K News Today App



Related News