પૂણેમાં બંને કિડની વ્યવસ્થિત હોવા છતાં યુવાનને ડાયાલિસીસ પર રખાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 13:07:26
  • Views : 515
  • Modified Date : 2019-07-15 13:07:26

બંને કિડનીઓ વ્યવસ્થિત હોવા છતાં ડૉક્ટરોએ એક યુવાનનું ડાયાલિસીસ કર્યું હોવાની આંચકાદાયક ઘટના પૂણેમાં પ્રકાશ પામી છે. પિંપરી-ચિંચવડ મહાનગર પાલિકા દ્વારા ચલાવાતી એક હૉસ્પિટલમાં આ ઘટના બની હોવાનો આક્ષેપ દર્દીના સંબંધીઓએ કર્યો છે. પિંપરી શહેરના વેતાળનગરમાં રહેતાં આનંદ અનિવાલને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, ત્યારે ડોક્ટરોની બેફિકરાઈને કારણે આનંદ સાથે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.     આનંદના લોહીમાં ક્રિટેનીનનું પ્રમાણ ૨૪ હોવાનું રિપોર્ટમાં આવતાં ડોક્ટરે બંને કિડની નકામી થઈ હોવાનું જણાવ્યું. ત્યારબાદ ડૉક્ટરોએ તેને ડાયાલિસીસ પર મૂક્યો. પરંતુ બીજો રિપોર્ટ સાવ નોર્મલ આવ્યો. આથી આનંદના સંબંધીખાનગી હૉસ્પિટલમાં તપાસ કરાવતાં ત્યાં પણ રિપોર્ટ સાવ સામાન્ય આવ્યો હતો. દરમ્યાન હૉસ્પિટલના ડૉક્ટરે આ ઘટના બની હોવાનું કબૂલ્યું છે. તથા આ પ્રકરણે ઊંડાણપૂર્વક તપાસણી કરી તેનો ખૂલાસો પણ કરશે, એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે

Download Our B K News Today App



Related News