પુન્દ્રાસણ ગામથી દારૂ ઝડપતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-17 14:45:45
  • Views : 390
  • Modified Date : 2020-01-17 14:45:45

પુન્દ્રાસણ ગામથી દારૂ ઝડપતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ 



ઉત્તરાયણ પર્વ અનુસંધાને જિલ્લા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ તકેદારી રાખવા બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓએ સૂચના આપેલ. તાબાના અધિકારી તથા માણસોને જિલ્લા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવા જણાવેલ અને પ્રોહી-જુગારના બુટલેગર તેમજ અન્ય અસામાજીક તત્વો દ્વારા આવી પ્રવૃત્તિ ન આચરે તે બાબતે ખાસ ચેકિંગ હાથ ધરી બાતમીદારોથી માહિતી મેળવવા, જરૂરી કાર્યવાહી હાથ ધરી ગુન્હાહીત જણાઈ આવે તો કાયદેસર કાર્યવાહી કરવા સારૂ જણાવેલ. તેમજ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે પણ તકેદારી રાખવા સારૂ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. 

જે અન્વયે એલ.સી.બી. પો.સ.ઈ. ડી.એસ. રાઓલ, એ.એસ.આઈ. હજારીસિંહ ધિસાસિંહ, અ.હે.કો. ભવાનસિંહ પૃથ્વીસિંહ, અ.હે.કો. લતીફખાન મહેમુદખાન, અ.પો.કો. 

રાજવીરસિંહ અત્તરસિંહ, અ.પો.કોન્સ. વિજયસિંહ નવલસિંહ, આ.પો.કો. અનોપસિંહ બળવંતસિંહ, નાઓની ટીમ આ દિશામાં કાર્યરત હતી. દરમ્યાન સાથેના અ.હે.કો. લતીફખાન મહેમુદખાન નાઓને મળેલ બાતમી આધારે પુન્દ્રાસણ ગામે રમેશજી ઉર્ફે ચકાજી કાળાજી રહે, પુન્દ્રાસણ, ચરાવાળો વાસ તા. જિ. 

ગાંધીનગર પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી હાલમાં વેચાણ કરે છે. જેથી તાત્કાલિક ઉપરોક્ત સ્થળે રેડ કરતા આ ઈસમ હાજર મળી આવેલ નહી. જેથી મકાનની અંદર પતરાનના પીપમાં 

સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૨૦૪ કિં.રૂ. ૭૮,૦૦૦ની મળી આવેલ. 

જેથી ઉપરોક્ત પ્રોહી.ના ગે.કા. જથ્થા બાબતે પેથાપુર પોલીસ સ્ટેશન પાર્ટ સી. ગુ.ર.નં.૧૧૨૧૬૦૧૦૨૦૦૦૦૯/ ૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ એ.ઈ. ૧૧૬(બી) મુજબ 

ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 


Download Our B K News Today App



Related News