રેશમીયાના રોડનું કાર્ય પુનઃ શરૂ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 12:12:23
  • Views : 393
  • Modified Date : 2019-11-29 12:12:23

ચોટીલાથી રેશમીયા ગામ તરફ જતા  ડબ્બલ પટ્ટી રોડ પર જમણી સાઈડમાં વાયર  નાખવાનું કામ કરતા કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી ધુળ સાફ કરવાના બદલે રોડ પર જ રાખી દેતા અકસ્માત થવાની શક્યતા ઉભી થઈ હતી.  વાહનચાલકો પરેશાન હતા  કોઈ અકસ્માતમાં ઘાયલ થાય કે મુત્યુ પામે તો આ જવાબદાર કોણ ? આ કામ બાબતની જાણ થતા રેશમીયાના કાઠી અગ્રણી શિવરાજભાઈ જેબલીયાએ મીડિયા અને અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી.
ત્યારે આ બાબત અહેવાલ મીડિયામાં પ્રસારીત થયા બાદ  ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અંગારીનું ધ્યાન દોરાયું હતું. આ વાતની તાત્કાલિક નોધ લઈ અંગારીએ પી ડબલ્યુના ડેપ્યુટી એન્જીનિયર ધોળકીયાને કહેતા રોડની સફાઈનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવતા ચોટીલા તરફ આવતા ઠાંગા પંથકના ૭/૯ ગામના લોકોને અકસ્માતનો ભય ઓછો થયો છે. અને રાહતની લાગણી પ્રસરી છે. આ મુદ્દાને  રેશમીયાના કાઠી અગ્રણી શિવરાજભાઈ જેબલીયાએ આક્રમક્તાથી ઉઠાવ્યો હતો. ત્યારે મીડિયાની આ સારી કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને હાલ ડબ્બલ પટ્ટી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે.


Download Our B K News Today App



Related News