અમીરગઢના અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં અમીરગઢના બે ગામો રસ્તો અને પુલિયાના અભાવે લોકોને હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-24 12:06:50
  • Views : 438
  • Modified Date : 2020-08-24 12:06:50

બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો એ અંતરિયાળ અને મોટેભાગે આદિવાસી મતવિસ્તાર ધરાવતો વિસ્તાર છે. જેમાં ખાસ કરીને છેવાડાના જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારોને પાકા રોડ, નદી નાળા ઉપર પુલિયા અને બસની સુવિધા ના મળી રહેવાનું અમીરગઢ તાલુકાના કપાસિયા ગ્રુપ ગ્રામ પંચાયત તળે આવેલા શકરાવેરી અને પાલડી ખેડા નામના બે ગામના સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં આ બંને ગામોમાં આશરે બસ્સોથી વધુ પરિવારો કાચો રસ્તો, નાળા ઉપર પુલિયા અને બસ સુવિધાથી વંચિત હોવાનું સામે આવ્યું છે. જેમાં વરસાદી ઋતુમાં નદી અને નાળાઓમાં પૂર આવતું હોય છે અને તેના ઉપર પુલિયા બનાવેલા ના હોવાને કારણે પુરની સ્થિતિમાં બીમાર બાળકો, સ્ત્રી પુરુષોને દવાખાના સુધી સારવાર આપવા માટે ઝોળીયે કરવા પડે છે. તેમજ પાલડી ખેડા ગામે જવા માટે કાચો અને ઉબડખાબડ રસ્તો હોવાથી ગામમાં બસસ્ટેન્ડ હોવા છતાં બસ ત્યાં
પહોંચતી નથી. જેના લીધે આ પરિવારો બસ સેવાથી પણ વંચિત છે. બી. કે. ન્યૂઝ દૈનિકના પ્રતિનિધિઓએ આ આદિવાસી પરિવારોની મુલાકાત લેતા સમસ્યાથી
પીડિત પરિવારોએ મીડિયા આગળ પોતાની વ્યથા ઠાલવી હતી. બીજી તરફ
પોતાના મતવિસ્તામાં આવેલા આ આદિવાસી પરિવારોની ચૂંટાયેલા જવાબદાર પ્રતિનિધિઓ અને અધિકારીઓ મૂળ સમસ્યાનો વહેલી તકે અંત લાવે તેવી બંને ગામના સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News