ઢીમામાં પૂર આવે ત્યારે જ વરસાદી પાણીના નિકાલ માટે તંત્રને પુલ યાદ આવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 12:17:37
  • Views : 392
  • Modified Date : 2019-11-25 12:17:37

સરહદી વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા એ ૧૦,૦૦૦ ની જનસંખ્યા ધરાવતું વાવ તાલુકાનું સૌથી મોટું યાત્રાધામ છે. તો વળી વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં પૂરની ભયંકર
પરિસ્થિતિમાં વરસાદી પાણીના નિકાલને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. ત્યારે ગત ચોમાસામાં આવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વાવના ધારાસભ્ય ગેનીબેન
ઠાકોર સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઢીમા ગામનો મેઈન એપ્રોચ રોડ નીચે પુલ અને ઢીમા માવસરી રોડ પર જ્યાં હાલમાં વરસાદી પાણીનો નિકાલ થતો જ નથી. તો વળી સામાન્ય વરસાદમાં
પણ ગામમાં પાણીનો ભરાવો થતો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ દિવાળી પછી બન્ને પુલનું કામ ચાલુ કરવાની હૈયાધારણાઓ આપી હતી. ત્યારે ટૂંક સમયમાં જ પુલનું કામ ચાલુ કરવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પણ અપાશે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં માળીવાસ,ઘાંચીવાસ ,ઠાકોરવાસ,ઢેમેચાવાસ, દલિતવાસમાં મોટા પ્રમાણમાં ઘરોમાં ૫ થી ૭ ફૂટ જેટલું પાણી ભરાવાથી અનેક લોકોના ઘર પડી ગયા હતા. તો વળી રાજ્ય સરકાર દ્વારા વિકાસની વાતો વચ્ચે સરહદી વાવના યાત્રાધામ ઢીમામાં બન્ને પુલના અભાવે ગ્રામજનો પુરમાં પાણીમાં તરતાં હોય તેવું લાગે છે. જે સરહદી વિસ્તારની નબળી નેતાગીરીનો બોલતો પુરાવો છે. વાવ વિસ્તારની નબળી નેતાગીરીને કારણે પવિત્ર યાત્રાધામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે. ત્યારે ગામના વિકાસ માટે ઢીમા-ભાખરી ગામને જોડતાં રોડ નજીક વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ નાળુ ગંદકીથી ભરાઈ ગયુ હોવાથી પાણીનો નિકાલ થતો જ નથી. જેથી બોક્સ નાળાઓ બનાવવામાં આવે તો કાયમી ધોરણે સમસ્યાઓ દૂર થાય.

Download Our B K News Today App



Related News