કુંવારીકાઓનું ગૌરીવ્રત-મોળાકટની પૂજાવિધિ પાંચ દિવસ ચાલશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 11:23:44
  • Views : 500
  • Modified Date : 2019-07-13 11:23:44

કાંકરેજ તાલુકામાં થરા સહિતના વિસ્તારોમાં ગઇકાલથી ગૌરીવ્રતની શરૂઆત થઈ. આ વ્રત નાની વયની બાળાઓ કરે છે. આ વ્રતને ગૌરીવ્રત, મોળાકટ કે ગોર્યુવ્રત કહે છે. આ વ્રતમાં બાળાઓ જવારાની પૂજા કરીને ભગવાન શિવની ભક્તિ કરવા માટે શિવ મંદિરે પાંચ દિવસ જાય છે. ગૌરીવ્રત સંસ્કારી પતિ મેળવવા કુંવારીકાઓ કરતી હોય છે અને આ વ્રત કરનારને શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળે છે. આ વ્રત અષાઢ સુદ એકાદશીથી અષાડસુદ
પૂનમ સુધીનું એટલે કે પાંચ દિવસનું રાખવામાં આવે છે. આ વ્રત સૌ પ્રથમ  માતા
પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યુ હોવાનું મનાય છે.  
આ વ્રતમાં  મોળોખોરાક જ વ્રતધારી કુંવારિકા એકટાણાંમાં ખાય છે અને વ્રતના અંતિમ દિવસે બાળાઓ રાત્રીનું જાગરણ કરતી હોય છે. આ વ્રતમાં બાળાઓ જવારાની પૂજા કરતી જોવા મળશે. જેમાંમાટીના કે અન્ય કોઈ વાસણમા સાત પ્રકારના અનાજ વાવીને ઉગાડવામાં આવે છે. તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જુવાર, તલ અને બાજરી સહિત સાત ધાનનુ વિશેષ મહત્વ હોય છે.  આમ ગઇકાલથી ગૌરી વ્રતની  શરૂઆત થતા નાની બાલિકાઓ પોતપોતાના ઘરે જવારા વાવીને અને ત્યાર બાદ જાગરણના બીજા દિવસે બ્રાહ્મણને ભોજનનું સીધુ આપીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ પાંચ વર્ષ આ વ્રતના  થતા  આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે નાની બાલિકાઓએ નિલકંઠ મહાદેવ,રામજી મંદિરમાં જઈ પૂજાવિધી કરી હતી.

Download Our B K News Today App



Related News