કર્મકાંડનો વ્યવસાય કરતાં ઢીમાધામના પૂજારીની અનોખી કહાની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-04 11:30:20
  • Views : 688
  • Modified Date : 2019-08-04 11:30:20

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાના રહેવાસી અને શ્રી ધરણીધરજી ભગવાનના મંદિરના પૂજારી અરુણભાઈ ઈશ્વરલાલ સેવકે ઢીમા પ્રા.સેન્ટર શાળામાં નોકરી કરી નિવૃત જીવન સ્વ.મુકુંદભાઈ ઈશ્વરલાલ સેવકનું આકસ્મિક નિધન થતાં પરિવારે એમની પાછળ અનેક ધાર્મિક કાર્યો કરીને સંપત્તિને સતમાર્ગે વાપરવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે યાત્રાધામ ઢીમામાં બસસ્ટેન્ડ પાસે પીવાના પાણીની પરબ, તળાવની પાળ પર રૂ.સાડા લાખના ખર્ચે વિશાળ પક્ષીઘર બનાવ્યુ છે. તો વળી વાવ તાલુકાના ભાખરી ગામે તળાવની પાળ પર પીવાના પાણીની પરબ અને ચબુતરો બનાવ્યો છે.
વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા શ્રી ધરણીધરજી ભગવાન મંદિરના પૂજારી સ્વ.મુકુંદભાઈ ઈશ્વરલાલ સેવક કર્મકાંડનો વ્યવસાય કરતા હતા. તો વળી  અરુણભાઈ સેવક ઢીમા પ્રા.સેન્ટર શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી હાલમાં નિવૃત જીવન ગાળે છે. ત્યારે તેમના અચાનક નિધન બાદ તેમણે તેમની સંપત્તિ સત્કાર્યોમાં વાપરવાની નેમ લીધી હતી. તેમના નાનાભાઈની સંપત્તિ સત્કાર્યોમાં વાપરી પોતાની જાતને ધન્ય માને છે.
અત્રે ઉલ્લેખનીય છેકે નાનાભાઈ સ્વ.મુકુંદભાઈ સેવકે અબેક ગરીબ પરિવારોને આર્થિક મદદ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ, સહિત કોઈ ગરીબ પરિવારને પોતાની ગાડીમાં હોસ્પિટલમાં મોકલ આર્થિક મદદ કર્યાનાં અનેક દાખલાઓ આજે પણ મોજુદ છે. એમના સત્કાર્યોની સુવાસ જ પરિવારને આગળ વધવાની હિંમત આપે છે.આવા ધાર્મિક અને ભગવત કાર્યો જ સાચી શ્રદ્ધાંજલિ કહેવાય.

Download Our B K News Today App



Related News