CM નારાયણસામીએ વિધાનસભામાં કહ્યું-કેન્દ્રએ અમારી સાથે દગો કર્યો, ભાજપ અમારી પર હિન્દી થોપવા માગે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-22 11:44:20
  • Views : 255
  • Modified Date : 2021-02-22 11:44:20

    કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર રહેશે કે કેમ એ આજે નક્કી થઈ જશે.મુખ્યમંત્રી વી.નારાણયસામી ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા પહોંચ્યા છે. અહીંયા તેમણે કહ્યું કે, પૂર્વ LG કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષ સાથે મળીને સરકારને પાડવાનો પ્રયાસ કર્યો. જો અમારા ધારાસભ્ય અમારી સાથે હોત, તો સરકાર પાંચ વર્ષ ચાલતી.

    ​​​​​​​નારાયણસામીએ કહ્યું કે, અમે દ્રમુક અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. ત્યારપછી અમે ઘણી ચૂંટણી જોઈ. તમામ પેટાચૂંટણીમાં અમે જીત નોંધાવી. એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે પુડ્ડુચેરીના લોકોને અમારી પર વિશ્વાસ છે.મુખ્યમંત્રી વી.નારાયણસામી ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા પહોંચી ગયા છે. તાજેતરમાં જ કોંગ્રેસના ચાર ધારાસભ્યોનાં રાજીનામાં પછી સરકાર પર સંકટનાં વાદળ ઘેરાયાં હતાં. ત્યાર પછી ઉપ-રાજ્યપાલ તિમિલીસાઈ સુંદરરાજને સરકારને બહુમતી સાબિત કરવા માટે કહ્યું હતું.


    ફ્લોર ટેસ્ટથી એક દિવસ પહેલા જ રવિવારે કોંગ્રેસ અને ગઠબંધનમાં સામેલ DMKના એક એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું, ત્યાર પછી નારાયણસામી સરકાર અલ્પમતમાં આવી ગઈ. ફ્લોર ટેસ્ટ પહેલા રવિવારની સાંજે CM નારાયણસામીના આવાસ પર પાર્ટી અને સહયોગી પક્ષોના નેતાની બેઠક યોજાઈ હતી.ખાસ વાત તો એ છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના બે દિવસની મુલાકાત કરી હતી,પણ એ પાર્ટીને નુકસાન થવાથી ન બચાવી શક્યા. અહીંયા સરકારનો કાર્યકાળ 8 જૂને પુરો થવાનો છે. રાજ્યમાં આ વર્ષે એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે, હાલ તારીખ નક્કી નથી.

    કેન્દ્ર સરકારે ચાર દિવસ પહેલા ઉપરાજ્યપાલ કિરણ બેદીને હટાવી દીધા હતા. તેમની જગ્યાએ તેલંગાણાની ગવર્નર ડો. તિમિલિસાઈ સુંદરરાજનને પુડ્ડુચેરીના LG બનાવવામાં આવ્યા હતા. બેદી ચાર વર્ષ રાજ્યના ઉપરાજ્યપાલ રહ્યાં હતા. તે રવિવારે દિલ્હી રવાના થઈ ગયા.

*કુલ બેઠકઃ30+3(નોમિનેટેડ)
-સત્તા પક્ષઃ કોંગ્રેસ-9, DMK-2, અપક્ષ-1=12
-વિપક્ષઃAINRC-7,AIADMK-4, ભાજપ-3=14

Download Our B K News Today App



Related News