યુવરાજસિંહની ધરપકડને લઈને લોકોમાં રોષ : ક્ષત્રિય રાજપૂત એકતા મંચદ્વારાકલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 11:19:52
  • Views : 184
  • Modified Date : 2022-04-12 11:19:52

 

 

ખોટી કલમ લગાવી યુવરાજ સિંહ ની ધરપકડ કરી જેલમાં ધકેલી લેવાની વાતને લઈને લોકોમાં રોષ

 

યુવરાજસિંહ પર લગાવીને કલમો દૂર કરી તાત્કાલિક તેમને રિહા કરવામાં આવે તેવી માંગ

 

તાજેતરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ધરપકડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં ક્ષત્રીય રાજપુત સમાજ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યુવરાજસિંહપર લાગેલ ખોટી કલમ તાત્કાલિક દૂર કરવા અને યુવરાજ સિંહને છોડવાની  માંગ કરી છે

 

ગુજરાતભરમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંઘની ધરપકડ ને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમા અનેક સંગઠનોએ રજૂઆતો કરી છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ને તત્કાલીન રિહા કરવા માંગ કરાઇ છે જેમાં આજે બનાસકાંઠા ક્ષત્રિય રાજપૂત એકતા મંચ દ્વારા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ ને લઇ તેમના પર ખોટી કલમ લગાવી જેલમાં ધકેલી લેવાની વાતને લઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં યુવરાજસિંહ પર લગાવેલી કલમો દૂર કરી તાત્કાલિક તેમની રિહા કરવા માંગ કરાઇ છે જેને લઇ આજે ક્ષત્રિય રાજપૂત એકતા મંચ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે

Download Our B K News Today App



Related News