જે પ્રેક્ષક ગેલેરી નંબર 4-માં કૉંગ્રેસના જુનિયર ધારાસભ્યો બેસે છે તેનું નામ અધ્યક્ષે હો... હા...ગેલેરી પડ્યું, ‘તમે તો 25 વર્ષથી પ્રજાને ટોપીઓ પહેરાવો છો’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 12:12:43
  • Views : 355
  • Modified Date : 2020-09-25 12:12:43

     ગુજરાત વિધાનસભાના 5 દિવસીય ચોમાસુ સત્રના ચોથા દિવસે ગૃહમાં આક્ષેપબાજી કરતા કટાક્ષ અને હળવી ટકોર વધુ જોવા મળી હતી.કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા વિધાનસભા ગૃહમાં ચોમાસુ સત્રમાં જુનિયર ધારાસભ્યોને ગૃહના બદલે ગેલેરીમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા પ્રેક્ષક ગેલેરી નં-4માં કરી છે.પરંતુ ચોમાસુ સત્રના પ્રથમ દિવસથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ ગેલેરીમાં બેઠક ધારાસભ્યોને હો...હા..ગેલેરી નામ આપતા કોંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષ સામે અકળાયા હતા અને સમસમી ગયા હતા.

‘અમે તો આજે ટોપી પહેરી, તમે તો 25 વર્ષથી પ્રજાને ટોપીઓ પહેરાવો છો’
ગૃહમાં વિધાનસભા અધ્યક્ષે આજે પ્રેક્ષક ગેલેરી નંબર-4નો વારંવાર હો...હા...ગેલેરી તરીકે ઉલ્લેખ કરતા આ ગેલેરીમાં બેસેલા કૉંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષની વારંવાર ટીપ્પણીના વિરોધમાં ગાંધી ટોપી પહેરીને આવ્યા હતા.અધ્યક્ષ ગેલેરી નંબર-4માં બેસતા લલિત વસોયા,લલિત,કગથરા,પ્રતાપ દુધાત સહિતના ધારાસભ્યો યેનકેન પ્રકારે વિધાનસભામાં રાજકીય અને હાસ્યાસ્પદ ટીપ્પણીઓ કરતા હતા.ગુજરાત વિધાનસભામાં શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ એનાયત પ્રસંગે પણ આ ધારાસભ્યોએ ભારત માતા કી જયના નારા શરૂ કર્યા હતા. તો બીજી તરફ ભાજપના ધારાસભ્યોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા.જો કે ભાજપના ધારાસભ્યએ તમે કેમ ટોપી પહેરી છે?તેવી કૉમેન્ટ કરતા કૉંગ્રેસના ધારાસભ્યએ સામો પ્રહાર કરી એવી ટીપ્પણી કરી હતી કે અમે તો આજે જ ટોપી પહેરી છે. પરંતુ તમે છેલ્લા 25 વર્ષથી પ્રજાને ટોપીઓ પહેરાવો છો...તેમ કહેતા અલગ અલગ ગેલેરીમાં બેઠેલા ધારસભ્યો હાસ્ય રોકી શક્ય નહોતા.

આત્મનિર્ભર સહાય યોજના પેકેજ છે કે પડીકું, વિરોધ પક્ષના નેતાનો સરકાર સામે કટાક્ષ
ગુજરાત વિધાનસભામાં આજે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંગે ના ભાજપના ધારાસભ્યના ટૂંકી મુદતના પ્રશ્નમાં વિપક્ષના નેતા સહિત કૉંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર આક્ષેપો અને કટાક્ષનો મારો ચલાવ્યો હતો. કોંગ્રેસના બળદેવજી ઠાકોરે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા અધ્યક્ષે તેમને રોક્યા હતા અને મૂળ મુદ્દાની ચર્ચા કરવા માટે ટકોર કરતાં ગ્રુપમાં શાંતિ છવાઇ હતી. આ દરમિયાન વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે લોકડાઉન બાદ સરકારે જાહેર કરેલી આત્મનિર્ભર સહાય યોજના પેકેજ છે કે પડીકું તેમના આ વિધાનથી ભાજપના સભ્યો પણ અકળાઈ ગયા હતા. પરેશ ધનાણીએ એમ પણ જણાવ્યું હતું કે આજે પણ ઘણા બધા લાભાર્થીઓ આ યોજનાની માહિતીથી અજાણ છે તો સરકારે આ વિશે પણ વિચારવું જોઈએ. જો કે આ તબક્કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરેશ ધાનાણીના પોઈન્ટ ઓફ ઓર્ડરનો સ્વીકાર કરીને ગૃહમાં જવાબ આપવાની ખાતરી આપી હતી.

Download Our B K News Today App



Related News