સરીતા ઉદ્યાનમાં કસરત કરતા યુવકને ૧ હજારનો દંડ કરનાર પીએસઆઈનું જ માસ્ક નાકથી નીચે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 11:50:19
  • Views : 522
  • Modified Date : 2020-12-04 11:50:19

ગાંધીનગર શહેરના છેવાડે આવેલા સરીતા ઉદ્યાનમાં એક યુવક કોરોના વાયરસમાં સ્વસ્થ રહેવા માટે કસરત કરી રહ્યો હતો. તે દરમિયાન ગાંધીનગર શહેરના મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પોતાની ટીમ સાથે માસ્ક નહિ પહેરેલા લોકોને દંડ કરવા પહોંચ્યા હતા. મહિલા પોલીસે આ યુવકને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પરંતુ દંડ ફટકારનાર પીએસઆઇ નાકથી નીચે પોતાનું માસ્ક પહેર્યુ હતું.
‘ન્યાય નીતિ સહુ ગરીબને મોટાને બધુ માફ' આ પંક્તિ કોરોના કાળમાં ગુજરાતમાં ચરિતાર્થ થઈ રહી છે. પૂર્વ મંત્રી કાંતિ ગામીત પોતાની પુત્રીના લગ્નમાં હજારોની સંખ્યામાં મહેમાનો બોલાવી શકે છે. લોકગાયિકા ગીતા રબારી અને સાંસદ પૂનમ માડમ લગ્નમાં માસ્ક વિના ફરી શકે છે. પરંતુ સામાન્ય નાગરિક માસ્ક વિનાના નજરે પડે તો તેના
પરસેવાના હજાર રૂપિયા
પોલીસ મેમો આપીને ખંખેરી લે છે. આ જ પ્રકારનો બનાવ ગાંધીનગર શહેરમાં ત્રણ દિવસ પહેલા બનવા પામ્યો હતો.
ગાંધીનગર પાસે સાબરમતી નદીના કિનારે આવેલા સરિતા ઉદ્યાન ત્રણ જેટલા યુવકો સોશિયલ ડિસ્ટન્સ સાથે કસરત કરી રહ્યા હતા. તે દરમિયાન મહિલા પીએસઆઇ પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા. અને તેમણે યુવકને માસ્ક નહિ પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. તે દરમિયાન
પીએસઆઇ અને આ યુવક સાથે સામાન્ય ચકમક ઝરી હતી કસરત કરતા અને દોડતા હોય તેવા લોકો માસ્ક પહેરે તો શારીરિક નુકસાન થઈ શકે છે. તે આશયથી આ યુવાન દ્વારા માસ્ક પહેરવામાં આવ્યું ન હતું. પરંતુ મહિલા પીએસઆઈને જાણે ખાખીનો રોફ હોય તેમ આ યુવકને પોતાની સરકારી ગાડીમાં બેસાડીને મહિલા
પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
આ યુવકની પાસે રહેલા તેમના મિત્રો દ્વારા વીડિયો રેકોર્ડિંગ ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ મહિલા પોલીસને
પોતાની વર્દીની એટલું બધું ગુમાન હતું કે, યુવકનો મોબાઈલ પડાવી લીધો હતો. યુવકે સામે જવાબ આપતા મહિલા પીએસઆઇ અને તેમની ટીમના હાવભાવ ઉંચા થઈ ગયા હતા. અંતે યુવકે ૧૦૦૦ રૂપિયા દંડ પણ
ભરપાઈ કર્યો હતો. પરંતુ દંડ લેવા ગયેલા મહિલા
પીએસઆઇએ જ પોતાના નાકથી નીચે માસ્ક પહેર્યું હતું. હવે આ પીએસઆઇ પાસેથી દંડ કોણ ઉઘરાવશે ?

Download Our B K News Today App



Related News