અમદાવાદ-ગાંધીનગરના 312 કેન્દ્રો પર PSIની લેખિત પરીક્ષા શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-06 10:57:41
  • Views : 190
  • Modified Date : 2022-03-06 10:57:41

પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાનું આજે રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ શારીરિક કસોટી યોજાઇ હતી જેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની આજે લેખિત કસોટી યોજાઇ રહી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રો પર સવારે 9થી 11 સુધી રાજ્યભરના ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.

અમદાવાદ અને ગાંધીનગરના 312 કેન્દ્રના 3209 વર્ગમાં બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 96,231 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે દરેક વર્ગમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. ઉપરાંત નિરીક્ષકો દ્વારા સતત પરીક્ષા કેન્દ્રનું મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય એ માટે અમદાવાદ શહેરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ કમિશનરે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય એ માટે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્સ સહિતની દુકાનો બંધ રાખવા સૂચના આપી છે. એ ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં કોઈ મોબાઈલ અથવા તો ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિએ ભેગા થવા પર પણ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

 


નોંધનીય છે કે PSI અને LRD બંનેની શારીરિક કસોટી વારાફરતી યોજાઈ હતી, જેમાં 3 ડિસેમ્બરથી શરૂ થયેલી આ પરીક્ષા 29 જાન્યુઆરી સુધી ચાલી હતી. એમાં PSI માટે 4.50 લાખમાંથી 96,243 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી.

 

 


PSI
માં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.

 

Download Our B K News Today App



Related News