સિદ્વપુરમાં મહિલા પી.એસ.આઈ.ની દબંગગીરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 11:58:40
  • Views : 527
  • Modified Date : 2021-03-27 11:58:40

સિધ્ધપુરના બિંદુ સરોવર
પાસે આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં થઈ રહેલા મકાનના બાંધકામ વિરુદ્ધની અરજીના આધારે સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પી.એસ.આઈ એ
બાંધકામના સ્થળે જઈ મહિલાને માર મારી ધમકીઓ આપ્યા હોવાની ફરિયાદ મકાન માલિકે કરતા આ ઘટનાને લઈને મહિલા પી.એસ.આઈની દબંગગીરી થી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા જાે કે આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા મહિલા પી.એસ.આઈને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ આ ઇજાગ્રસ્ત મહિલાને
પાટણની જનતા હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
 આ અંગે ફરિયાદી મહિલાના જણાવ્યા પ્રમાણેની હકીકત એવી છે કે સિધ્ધપુરના બિંદુ સરોવર પાસે આવેલી કુમાર શાળા નં.૪ ની બાજુમાં છેલ્લા ૫૦ વર્ષથી રહેતા ઠાકોર મંજુલાબેન જેઓનો પરિવાર મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે હાલમાં પોતાના મકાનનું
બાંધકામ કરી રહ્યા છે જે બાબતે તેઓએ સિદ્ધપુર નગર
પાલિકામાં બાંધકામની
પરવાનગી પણ માંગેલ હતી ત્યારે બાજુમાં આવેલ પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય મિહિરભાઈ ભરતભાઈ આચાર્ય જેઓ દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે બાંધકામ બાબતે અરજી કરી હતી. અરજીના આધારે તારીખ ૨૦-૦૩-૨૦૨૧ ના રોજ સાંજના
૫ થી ૬ વાગ્યાના સુમારે
સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઈ આર.ડી.મકવાણા દ્વારા શાળાની બાજુમાં રહેતા ઠાકોર મંજુલાબેન વિજયજીને બૂમ
પાડીને બોલાવ્યા બાદ અભદ્ર શબ્દો અને ગાળો બોલી તેમની ગાડીમાં બેસાડતા મંજુલાબેને
પોતાનો શું ગુનો છે તેમ પૂછતાં મહિલા પી.એસ.આઈ દ્વારા મોઢા ના ભાગે માર મારી કહેલ કે તારું ઘર ખાલી કરી દે નહિંતર ઘર પાડી દેવાની ધમકી આપી હતી.
 આ ઘટના સમયે આચાર્ય મિહિરકુમાર સ્થળ પર હાજર હોઈ અને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરી મને માર મારવા મહિલા પી.એસ.આઈ ઉશ્કેર્યા હતા. જયારે ગાળો બોલવાની ના પડતા મહિલા
પી.એસ.આઈ ઉશ્કેરાઈ જઈ મંજલાબેનદ્‌ને લોખંડની પાઈપ વડે ઢોર માર મારતા તેમને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે મંજુલાબેન બેભાન થઈ ગયા. ત્યારે મંજુલાબેનના ભાઈ દ્વારા તાત્કાલિક ધારપુર
હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાટણની જનતા હોસ્પિટલમાં હાલમાં દાખલ કરેલ છે.
 આ ઘટના અંગે મંજુલાબેન અને તેમના પતિ વિજયજી પ્રધાનજી ઠાકોર દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરતા આ બાબતની ગંભીરતા લેતા જિલ્લા પોલીસ વડા દ્વારા મહિલા પીએસઆઈ આર.ડી.મકવાણાને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જયારે આ સમગ્ર ઘટના અંગે સિદ્ધપુર ડીવાયએસપી સી.એલ.સોલંકી દ્વારા તપાસ સોંપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News