ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા PSIનું મૃત્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-27 14:49:37
  • Views : 116
  • Modified Date : 2023-06-27 14:49:37

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક હાર્ટ એટક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. અમદાવાદમાં ચાલુ ફરજે પોલીસકર્મીનું મૃત્યુ થતાં પોલીસ બેડામાં ભારે શોક છવાઈ ગયો છે.મળતી માહિતી અનુસાર, વિરમગામમાં PSI તરીકે ફરજ બજાવતા કલ્પેશ કલાલને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. PSI કલ્પેશ કલાલના નિધનને પગલે પરિવારમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. સાથે પોલીસ બેડામાં પણ ભારે શોક વ્યાપી ગયો છે.ગત 15 જૂને જખૌ મરીન પોલીસ સ્ટેશનના ASI અનિલ જોશીનું પણ હાર્ટ એટકથી મૃત્યુ થયું હતું. કચ્છમાં બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ ચાલી રહ્યું હતું, તે દરમિયાન વાવાઝોડાને પગલે જખૌ મરીન પોલીસ સ્ટેશનના ASI અનિલ જોશી ફરજ પર હાજર હતા. આ સમયે મોડી રાત્રે 1 વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પોલીસકર્મીને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. હાર્ટ એટેકના કારણે પોલીસકર્મીનું મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી. ડોક્ટરનું માનવુ છે કે,  યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે. આવો, ડોક્ટરના મતે  હાલના સમયમાં હાર્ટ એટેકમાં વધારો થવાના મુખ્ય કારણો વિશે જાણીએ. સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર યુવાનોમાં તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. ડોક્ટર અનુસાર તણાવના કારણે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.ખરાબ ડાયેટઃ આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.વ્યાયામનો અતિરેકઃ તાજેતરના સમયમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ કસરત કરે છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે જેના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલા માટે દરરોજ માત્ર માપની જ કસરત કરો.જોખમી પરિબળોની હાજરી: ઘણા રોગો છે જે હાર્ટ એટેકનું કારણ બને છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર વગેરે જેવી બીમારીઓ પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. વધુ પડતું ધૂમ્રપાન પણ હાર્ટ એટેકનું કારણ બને છે.
 

 

Download Our B K News Today App



Related News