થરાદ પાસે યોજાયેલા ડાયરાથી વિવાદ વડગામડામાં ડાયરા મામલે પીએસઆઈ, બે હેડ કોન્સ. સસ્પેન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 11:01:40
  • Views : 441
  • Modified Date : 2020-12-25 11:01:40

કોરાના કાળમાં સરકારે અનેક પ્રકારના નિયમો બનાવી  પ્રતિબંધ મૂક્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદના વડગામડા ગામે  ગામના ધનજી ચૌધરી દ્વારા પોલીસ કે તંત્રની કોઈપણ મંજૂરી વગર  ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ડાયરામાં જાેડાયા  હતા. ડાયરામાં સરકારના  તમામ નિયમોના ધજાગરા  ઉડાવ્યા હતા. લોકોએ કલાકારો પર નોટોનો વરસાદ કર્યો હતો.   ડાયરા માટે ખાસ આમંત્રણ
પત્રિકા છાપવામાં આવી હતી.   અને  ભવ્ય મંડપ પણ બાંધવામાં આવ્યો હતો. જેમાં  સાંસદ,  ધારાસભ્યો સહિત થરાદ પોલીસ અધિકારી પૂજા યાદવનું નામ આમંત્રિત મહેમાનોમાં હતું. આ ડાયરામાં વનીતા પટેલ, સિધ્ધરાજ ગામોટ, સુરેશ
કાપડી, ઇશ્વરદાન ગઢવી તેમજ નામી-અનામી ૧૦ જેટલા કલાકારોએ હાજરી આપી હતી. મોડી રાત સુધી ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં વડગામડાના આયોજક ધનજી ચૌધરી દ્વારા તંત્રની કોઇ પણ મંજૂરી લેવામાં આવી ન હતી. તેમજ તેમણે પત્રિકામાં ઓનલાઈન ડાયરો દર્શાવી અને તંત્ર અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી.  જેને લઈને ડાયરામાં  જાહેરનામાના ભંગ બદલ ધનજી ચૌધરી સહિત અન્ય ૧૨ લોકો ઉપર  ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ધનજી ચૌધરીને પોલીસે સવારના વહેલા ઝડપીને જેલ હવાલે કર્યા હતો. જ્યારે જિલ્લા પોલીસ વડાએ એક પી.એસ.આઈ. અને બે પોલીસ કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે.

Download Our B K News Today App



Related News