બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ડીપ્થેરિયા રોગને અંકુશમાં લાવવાના પ્રયત્નો હાથ ધરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 11:25:22
  • Views : 718
  • Modified Date : 2019-11-09 11:25:22

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ડીપ્થેરિયાનો રોગ આતંક મચાવી રહ્યો છે. ડીપ્થેરિયાથી બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં બાળકોના મોત નિપજ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ અલગ અલગ તાલુકાઓમાં ટીમો બનાવી અને ડિપ્થેરિયા આ રોગને અંકુશમાં લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ડિપ્થેરિયા બાળકોમાં થતી એક જીવલેણ બીમારી છે આ બીમારી ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે. ચેપી બીમારી માનવામાં આવતી આ બીમારી બાળકોને ગળામાં સોજો આવે છે અને ત્યારબાદ તેના ગળામાં એક છારી બનવા લાગે છે અને આ છારીમાંથી હેકસોટોક્સિન જાહેરનો સ્ત્રાવ થવા માંડે છે એક મિલીગ્રામ જાહેર સ્ત્રાવ જીવલેણ માનવામાં આવે છે. આ જાહેર  સ્ત્રાવ બાળકના લોહીમાં ભળી જવાથી બાળકનું મોત થાય છે ત્યારે આટલી ગંભીર બીમારીનો ફેલાવો છેલ્લાં એક માસથી ખુબ જ ઝડપી વધી રહ્યો છે. આવી બીમારીથી બચવા માટે હાલ ડોક્ટર બાળકોને સુરક્ષિત રહેવા માટે સુચન આપી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં હાલ ડિપ્થેરિયા રોગે માથું ઉંચક્યું છે. આ રોગ ખાસ કરીને નાના બાળકોમાં જાવા મળે છે. આ રોગના કારણે અત્યાર સુધી અનેક બાળકોના મોત પણ નિપજ્યા છે જેમાં સૌથી વધારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આઠ જેટલા બાળકોના મોત નિપજ્યા છે. જે બાદ લાખણીમાં ત્રણ બાળકોના, ડીસામાં ૩, થરાદમાં એક એમ કુલ ૧૫ બાળકોના મોત નિપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ડિપ્થેરિયા કેસની વાત કરવામાં આવે તો ધાનેરામાં ૭૭, ડીસામાં ૫૫, પાલનપુરમાં દસ, લાખણીમાં ૩૦, થરાદમાં ૧૨, અમીરગઢમાં ૨, ભાભરમાં એક, દાંતીવાડામાં એક, વડગામમાં ૨, દિયોદરમાં ૩, એમ જિલ્લામાં કુલ ૧૯૩ કેસ ડિપ્થેરિયાના નોંધાયા છે. ડિપ્થેરિયાના વધતા કેસોના કારણે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત નવ તાલુકાના તમામ જગ્યા ઉપર મેડિકલ ઓફિસર અધિક્ષક આયુષ આર.બી એસ.કે અને આયુષ્ય દ્વારા મીટિંગો પણ કરી અને આ રોગને અટકાવવા માટેના જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. ડિપ્થેરિયાના શંકાસ્પદ પાલનપુર સિવિલ ખાતે અત્યાર સુધી ૧૧૬ લોકોના રીપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૨૩ કેસો પોઝિટીવ મળી આવ્યા છે. આ ચેપી રોગમાં અત્યાર સુધી ૧૬૧૦ વ્યક્તિઓને કોન્ટેક્ટ સારવાર પૂરી પાડવામાં આવી છે. તેમજ ડી.પી.ટી. વેક્સિન ૫૧૬૭૨ બાળકોને અને ટી.પી. વેક્સિન ૪૮૦૦૯ બાળકોને રસી આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News