આપ નેતા ગોપાલ ઇટાલીયાની સામે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-15 12:44:55
  • Views : 306
  • Modified Date : 2021-07-15 12:44:55

     આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા બ્રાહ્મણો, કથાકારો, સનાતન ધર્મ અને સાધુ-સંતો હિન્દુ સમાજના અનેક ગ્રંથો વિશે અભદ્ર ભાષામાં અપશબ્દો બોલ્યા તેનાથી સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણો કથાકારો અને સાધુસંતો નારાજ થયા હતા. જેના ભાગરૂપે ગતરોજ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જે બાદ કલેકટરને આવેદાન પત્ર આપવામાં આવ્યું હતું. આપ નેતા ગોપાલ ઇટાલીયા જાહેરમાં સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણો કથાકારો હિંદુ સનાતન ધર્મના સાધુ-સંતો અને બ્રાહ્મણોની માફી માગે અને તેના બોલેલા શબ્દો પાછા લે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ કે વિકાસમાં આંતરિક વિખવાદો કરનાર અને  કરાવનાર ભારે હાનિ કરતા હોય છે.  જેમાં રાજકીય લાભ લેવાની હલકી માનસિકતા રાખનાર ગોપાલ ઇટાલીયા નામનો શખ્સે જે ઉચ્ચારણ કરી વહેતા મુકેલા છે તે ખૂબ જ નિંદનીય છે. તેમજ ભાગવત સપ્તાહ અને સત્યનારાયણની કથા અંગે પણ અભદ્ર ભાષા ગોપાલ ઇટાલિયા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તે સમગ્ર હિન્દુ સમાજ વખોડી કાઢે છે. ગોપાલ ઇટાલીયા અને ખરેખર નમાજ પડવી હોય તો પાકિસ્તાન પડશે. જાે સંતોષકારક ન્યાયિક પ્રક્રિયા આગળ નહીં વધે તો લડતનો માર્ગ અપનાવવા આયોજન કરવામાં આવશે. વધુમાં ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેરમાં માફી નહીં માંગે તો હિન્દુ સનાતન ધર્મના દરેક સંગઠનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News