સુરતમાં સ્પાની આડમાં દેહ વિક્રયનો વેપાર ફૂલ્યો-ફાલ્યો, થાઈલેન્ડની 8 વિદેશી યુવતી સાથે 4 શખ્સો રંગેહાથ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-23 11:42:10
  • Views : 368
  • Modified Date : 2022-04-23 11:42:10

 

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારનો પર્દાફાશ

વેસુ વિસ્તારમાં સ્પા સેન્ટર પર પોલીસના દરોડા

કોરલ પ્રાઈમ સ્પા સેન્ટર પર પોલીસે દરોડા કર્યા


સુરતના અલગ-અલગ વિસ્તારોંમાં ચાલતા ગેર કાયદે કૂટણ ખાના મુદ્દે પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા હોય તેમ વેસુ વિસ્તારમાં દરોડા પાડી સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ કર્યો છે.  8 વિદેશી લલના સાથે 4 ગ્રાહકને ઝડપી લીધા હતા. 

થાઈલેંડની વિદેશી યુવતી સાથે 4 શખ્સોની ધરપકડ
રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના વધી રહ્યા છે. પરંતુ હવે તેને લઈને પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે અને સ્પાની આડમાં ચાલતા કુંટણખાનાનો પર્દાફાશ કરવા લાગી છે.સુરતના વેસુ વિસ્તારમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ધમધમી રહ્યો હતો. જેનો પર્દાફાશ થઈ ગયો છે..કોરલ પ્રાઈમ સ્પામાં રેડ કરવામાં આવી હતી જેમા થાઈલેન્ડની વિદેશી યુવતી સાથે 4 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

પોલીસે શરૂ કરી પૂછપરછ
ધરપકડ થયેલી વિદેશી યુવતીઓ થાઈલેન્ડની છે. કેટલા સમયથી અહીં કામ કરે છે ? અને તેના સાગરીતો કે અન્ય યુવતીઓ ક્યા વિસ્તારમાં શું કામ કરે છે તેની ઝીણવટભરી તપાસ પોલીસ ચલાવી રહી છે. દેહવ્યાપરના આ રેકેટમાં તે કેવી રીતે આવી તેના પણ પૂછપરછમાં ખુલાસા થશે તેવી શક્યતા છે. 

Download Our B K News Today App



Related News