લોદરા ખાતે પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપનનો પાઇલોટ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 11:49:13
  • Views : 375
  • Modified Date : 2020-07-04 11:49:13

સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ પ્રવાહી કચરા નિકાલના વ્યવસ્થાપનના માણસા તાલુકામાં આવેલા લોદરા ગામ ખાતેના પાઇલોટ પ્રોજેક્ટની મુલાકાત ગ્રામ વિકાસ કમિશનર અને સચિવ વિજય નહેરાએ  લીધી હતી.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત ગુજરાત રાજયના સૌપ્રથમ પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપનના પાઇલોટ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. હાલમાં આ પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે, જેની ગ્રામ વિકાસ કમિશનર અને સચિવ વિજય નેહરા અને જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાને સ્થળ મુલાકાત લીધી હતી. ગ્રામ વિકાસ કમિશનર અને સચિવ વિજય નેહરાએ પ્રોજેક્ટની ૯૫ ટકા કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. કામગીરીના સ્થળ ઉપર સ્વચ્છતા જળવાઇ રહે તેમજ તમામ અધિકારી અને કર્મચારીઓને પ્રવાહી કચરા નિકાલના વ્યવસ્થાપનનો
પાઇલોટ પ્રોજેક્ટ સફળ બને તે અંગેની સૂચના આપી હતી. આ મુલાકાત દરમ્યાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હર્ષ યાદવ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News