Gujarat માં Ph.D.પ્રવેશ માટે રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલીંગ સહિતનો કાર્યક્રમ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-29 18:45:49
  • Views : 169
  • Modified Date : 2024-09-29 18:45:49

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી(Phd.)પ્રવેશ માટે જીકાસ મારફતે 1લી ઓક્ટોબરથી ઓનલાઈન અરજીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 10મી ઓક્ટોબર દરમિયાન વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ચોઈસ ફિલીંગ કરી શકશે. ત્યારબાદ યુનિવર્સિટીઓ દ્વારા પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. યુનિવર્સિટીઓ દ્વારા 11મી ઓક્ટોબરના રોજ પ્રવેશ માટેની પ્રોસેસ જાહેર કરવામાં આવશે. જીકાસ રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીઓએ રૂ. 300 ફી ભરવાની રહેશે અને ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા કે પ્રોસેસ માટે જે ફી નક્કી કરવામાં આવે તે વિદ્યાર્થીઓએ ચુકવવાની રહેશે.સૂત્રો પાસેથી માહિતી મુજબ જીકાસ મારફતે સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી(Phd.) પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 1લી ઓક્ટોબરથી પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ થશે અને 11મી ઓક્ટોબરના રોજ પ્રવેશ કાર્યવાહી માટે યુનિવર્સિટી દ્વારા પ્રોસેસ જાહેર કરવામાં આવશે. 1લી ઓક્ટોબરથી 10મી ઓક્ટોબર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ મારફતે ફોર્મ ભરવાનું રહેશે અને તેની સાથે જ ચોઈસ ફિલીંગ, રજિસ્ટ્રેશન ફી પેમેન્ટ કરી એપ્લિકેશન સબમીટ કરવાની રહેશે. આ કાર્યવાહી પુર્ણ થયા બાદ યુનિવર્સિટીઓએ પોતાના શિડ્યુઅલ અનુસાર ઓનલાઈન એપ્લિકેશનની ચકાસણી કરવાની રહેશે. જેમાં યુનિવર્સિટીના પીએચડી(Phd.) વેરિફીકેશન સેન્ટર ખાતે ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી પણ કરવાની રહેશે. ચકાસણીની કાર્યવાહી પુર્ણ થયા બાદ યુનિવર્સિટી દ્વારા એડમિશન પ્રોસેસ જાહેર કરવામાં આવશે.યુનિવર્સિટી દ્વારા અરજીની ચકાસણી માટેનું પોતાનું સમયપત્રક જાહેર કરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓએ દરેક યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર યુનિવર્સિટીના પીએચડી એપ્લિકેશન વેરીફીકેશન સેન્ટર પર ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે અરજીનું વેરીફીકેશન કરાવવાનું રહેશે. જો વેરીફીકેશન પ્રક્રિયા દરમિયાન કોઈપણ વિસંગતતા જણાય તો અથવા કોઈપણ વિગતમાં સુધારાની જરૂર હોય તો યુનિવર્સિટીના અધિકારીઓ વિદ્યાર્થીની જીકાસ એપ્લિકેશનને અનલૉક કરશે. ત્યારબાદ વિદ્યાર્થીએ યુનિવર્સિટીની સૂચના મુજબ તેમની અરજીમાં જરૂરી સુધારા કરી અરજી ફરી સબમિટ કરવાની રહેશે. અરજી ફરીથી સબમિટ કર્યા પછી, વિદ્યાર્થીએ તેની અરજી ધ્યાનમાં લેવા માટે તેમની અરજીનું સંબંધિત યુનિવર્સિટી દ્વારા ફરીથી વેરીફીકેશન કરાવવાનું રહેશે.જીકાસના માધ્યમથી વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી(Phd.) પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. જીકાસ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાથી પસંદ કરેલા પીએચડી(Phd.) પ્રોગ્રામ માટે પ્રવેશની ખાતરી આપવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ એકવાર ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી તેમની ઑનલાઈન અરજીમાં કોઈ પણ સુધારો કરી શકશે નહીં. યુનિવર્સિટીઓ પીએચડી(Phd.)પ્રોગ્રામ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરતી હોવાથી વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલની નોંધણી ફી રૂ. 300 ઉપરાંત તેમણે પસંદ કરેલી યુનિવર્સિટી માટે અલગથી પ્રવેશ પરીક્ષા ફી કે અન્ય લાગુ પડતી પ્રોસેસ ફી ચૂકવવાની રહેશે. વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પસંદ કરવાના કિસ્સામાં, તેમણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણપણે વસૂલવામાં આવતી અન્ય સંબંધિત પ્રક્રિયા ફી રૂ. 700 જીકાસ નોંધણી ફી સાથે ચૂકવવાની રહેશે.

Download Our B K News Today App



Related News