નિષ્ઠુર તંત્ર સામે અનોખો વિરોધ પાલનપુરમાં કોમર્શિયલ બાંધકામના વિરોધને લઈને ન્યાય ન મળતા પ્રોફેસરે મુંડન કરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-30 11:43:55
  • Views : 410
  • Modified Date : 2020-06-30 11:43:55

પાલનપુરના બ્રાહ્મણવાસમાં આવેલા રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો સ્થાનિકોએ  વિરોધ કર્યો છે. વર્ષોથી રહેતા સ્થાનિકો આ કોમર્શિયલ
બાંધકામથી નારાજ છે. જો કે, કોર્ટનો સ્ટે હોવા છતાં પણ
બાંધકામ ચાલુ છે. જેને લઈને પાલનપુર કોલેજના પ્રોફેસરે સોમવારે મુંડન કરાવીને આમરણાંત ઉપવાસ શરૂ કર્યું છે.
પાલનપુરમાં બ્રાહ્મણવાસ જેવા રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ ને લઈને રહીશોમાં નારાજગી છે. ત્યારે અહીંયા રહેતા કોલેજના પ્રોફેસરે તંત્ર  સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. પ્રોફેસરે નગરપાલિકા અને કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા હોવા છતાં અધિકારીઓ દ્વારા સાંભળવામાં આવતું નથી.જેથી સોમવારે  પ્રોફેસર શૈલેષ કુમાર નટવરલાલ જયસ્વાલ મુંડન કરાવીને
પાલનપુર નગરપાલિકામાં આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા. ત્યારે પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે શિક્ષિત વ્યક્તિ સાથે અન્યાય  થાય તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે આ નગરપાલિકાના અધિકારીઓ કેવો વ્યવહાર કરતા હશે?

Download Our B K News Today App



Related News