ડીસા તાલુકામાં ચાલુ વર્ષે બાજરીના પાકનું ઉત્પાદન : બાજરીના પાકમાં ભાવ ના મળતા ખેડૂતોમાં નારાજગી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-15 12:26:32
  • Views : 325
  • Modified Date : 2021-06-15 12:26:32

     બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કુદરત જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર રૂઠી ગયો હોય તેમ એક બાદ એક ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવે છે. બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું સૌથી વધી વાવેતર થરાદ તાલુકામાં થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું ચાલુ વર્ષે 1 લાખ 66 હજાર 082 હેકટર જમીનમાં વાવેતર થયું હતું. ત્યારે થરાદ તાલુકામા જિલ્લામાં સૌથી વધુ બાજરી નું 36 હજાર 959 હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે. જેમાં આ વર્ષ ખેતી જિલ્લામાં સારા પ્રમાણમાં કરવામાં આવી છે ત્યારે બે લાખ 92 હજાર 543 અંદાજે હેક્ટર ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે, જે અંદાજે એક લાખ 66 હજાર 082 હેકટર જમીનમાં વાવણી કરવામાં આવી છે. ડીસા તાલુકામાં પણ આ વર્ષે ખેડૂતોએ સારા ભાવની આશાએ પોતાના ખેતરમાં મોટા પ્રમાણમાં બાજરીના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે કુદરતી આપત્તિના કારણે ખેડૂતોને નુકસાન વેઠી રહ્યા છે તે પ્રમાણે ફરી એકવાર ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

 

     બનાસકાંઠા જિલ્લો રણ અને પર્વતીય વિસ્તાર ધરાવતો જિલ્લો છે. અપૂરતા વરસાદના કારણે જળાશયોમાં પાણીના ભરાવાની લઈ ભૂગર્ભ કુવા, બોરો દિન-પ્રતિદિન ઊંડા જઇ રહ્યા છે તેની સીધી અસર પશુપાલકો અને ખેતીના વ્યવસાય પર પડી રહી છે. જેમાં છેવાડાના વિસ્તારમાં નર્મદાની કેનાલ નર્મદા અને કેટલાક વિસ્તારોમાં જળાશયોમાંથી બોરવેલમાંથી સિંચાઇ પાણી મળતા ખેડૂતો ખેતી કરી રહ્યા છે ચાલુ વર્ષમાં અંદાજે બે લાખ 92 હજાર 543 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકની વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી પાણીની અછત શું કરી રહ્યા છે તેના કારણે ખેડૂતોને પોતાના પાકમાં પાણી વગર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

     ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બાજરી નું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો એ કર્યું છે પરંતુ સતત કુદરતી આપત્તિઓને કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બાજરીના પાકમાં સારા ભાવ મળશે તેવી આશાએ મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં બાજરીના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સતત ભારે પવન અને કમોસમી વરસાદના કારણે ફરી એકવાર બાજરીના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં જ્યારે બાજરીનો પાક તૈયાર થવાના આરે હતો ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં બાજરીનો તમામ પાક વરસાદના પાણીના કારણે બગડી ગયો હતો અને જેના કારણે બનાસકાંઠા જિલ્લાની બાજરી જ્યારે બજારમાં વેચવા માટે આવે ત્યારે તેના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો જે બાજરી ની માંગ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં રહેતી હતી તે જ બાજરી નો ભાવ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવડાવી રહ્યો છે. જ્યારે ગત વર્ષે ખેડૂતોને આ સમયે ૩૦૦ થી પણ વધુનો બાજરીના પાકમાં ભાવ મળતો હતો તે આ વર્ષે ઘટીને અઢીસો રૂપિયા જેટલો બાજરી નો ભાવ થઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.

 

     ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ઉનાળુ સીઝનના ખેડૂતોએ સૌથી વધુ બાજરીના પાકનું વાવેતર કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને બાજરીના પાકમાં સારા ભાવ મળી રહે તેવી આશા હતી જેના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં પોતાના ખેતરમાં મોંઘાદાટ બિયારણો લાવી બાજરીના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું અને જ્યારે ખેડૂતો બાજરી નીકળી ત્યારે મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ શરૂઆતમાં જ મોટા પ્રમાણમાં બાજરી ની આવક નોંધાઇ રહી છે સતત વધતી જતી બાજરીની આવકના કારણે માર્કેટયાર્ડમાં ચારે બાજુ બાજરી જોવા મળી રહી છે વેપારીઓ પણ સવારથી જ ખેડૂતો સાથે બાજરીની હરાજીમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડૂતોને ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

 

Download Our B K News Today App



Related News