ડીસામાં બનેલા 200 કરોડના એલિવેટેડ ઓવરબ્રિજથી સમસ્યાઓની ભરમાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 14:09:00
  • Views : 809
  • Modified Date : 2022-07-08 14:09:00


કામગીરી દરમિયાન હેવી મશીનરીથી નીચેનો રોડ તૂટી જતા ભારે હાલાકી

બાંધકામનો કાટમાળ ગટરમાં ભરાતાં વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાય છે

ડીસામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર રૂપિયા 200 કરોડ ઉપરાંતના ખર્ચે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે પરંતુ ઓવરબ્રિજ બનતાં હેવી મશીનરીના લીધે નીચેનો રોડ તૂટી જવા પામ્યો છે અને ગટરોમાં કચરો ભરાઈ જતાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકીઓ વેઠવાનો વારો આવ્યો છે.

 

કરોડોનો ખર્ચ કરવા છતાં પણ સમસ્યાઓ યથાવત
ડીસાના નેશનલ હાઇવે પર વારંવાર ઉભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ મંજુર કરવામાં આવેલ એલિવેટેડ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયાં ને એક વર્ષ જેટલો સમય વિતવા છતાં નેશનલ હાઇવે ઓથોરીટી અને રચના કન્સ્ટ્રકશન કંપની દ્વારા ડીસા શહેરની જનતાને પડતી મુશ્કેલીઓનો આજદિન સુધી નિકાલ આવતાં શહેરીજનો સહિત હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો ભારે હાડમારી વેઠી રહ્યાં છે.

 

સમસ્યાના કાયમી ઉકેલ માટે લેખિતમાં રજૂઆત કરાઈ
​​​​​​​
આથી ડીસાની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને જૈન શ્રેષ્ઠી હસમુખભાઈ વેદલીયાએ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ઉભી થયેલી સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી, જીલ્લા કલેકટર, નેશનલ હાઇવે ઓથોરીટી, નગરપાલિકા સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

 

હાઇવે ઓથોરીટી અને નગરપાલિકાને લગતા પ્રશ્નો

ઓવરબ્રિજની કામગીરી દરમિયાન મશીનરીથી ઠેર ઠેર હાઇવે પર ગાબડા

NHAIની પાણીના નિકાલની ગટરમાં બાંધકામનો કાટમાળ ભરાયો

સર્વિસ રોડ,હાઇવે વચ્ચે કેટલીક જગ્યાએ ડીવાઇડર અને લોખંડની જાળી બાકી

સર્વિસ રોડ ઉપર ધંધાકીય અને ધાર્મિક દબાણોના કારણે પરેશાની

સોસાયટીઓમાં જવાના સર્વિસ રોડ ઉપર ખાનગી વાહનોનો ખડકલો

સોસાયટી આગળના બ્રીજ નીચે દબાણ અને ખુલ્લામાં લોકો લઘુશંકા કરે છે

પીલ્લર નંબર 93 નજીક દબાણમાં મંદિરનું કામ ચાલુ કરેલ છે

માર્કેટયાર્ડ નજીકના નાળાની દીવાલ જાળીનું કામ બાકી

ઓવરબ્રિજ ઉપર નીચે રંગરોગાન કરવામાં આવે

ઓવરબ્રિજ ઉપર અને નીચે લાઈટો નાખવામાં આવેલી છે પરંતુ લાઈટ બીલ ભરવા માટે હાઇવે ઓથોરીટી અને પાલિકા તંત્ર એકબીજા ઉપર નાખી રહ્યાં છે

ઓવરબ્રિજ નીચે મુખ્ય હાઇવે ઉપર ખાડા વધુ હોવાથી તમામ વાહનો સર્વિસ રોડ ઉપરથી પસાર થાય છે.

 

Download Our B K News Today App



Related News