બનાસકાંઠામાં જળસંકટ બાદ વીજ સંકટની સમસ્યા : ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે પાંચથી સાત કલાકનો વીજકાપ અપાતા લોકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-08 12:18:25
  • Views : 3270
  • Modified Date : 2021-10-08 12:18:25

 

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના લોકો તીડ,દુષ્કાળ જળસંકટ બાદ હવે  વીજ સંકટની સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છે.કોલસા ની અછત ને પગલે વીજ પાવર ની આવક ઘટતા કેટલાય દિવસોથી ગામડાઓમાં દરરોજ રાત્રે 5 થી 7 કલાક નો વીજ કાપ આપવામાં આવી રહ્યો છે .જોકે સર્કલ ઇજનેરે આ વિજકાપ હંગામી હોવાનું જણાવ્યું છે.

 

રાજ્યભરના થર્મલ પાવર સ્ટેશનમાં કોલસા ની અછતના કારણે વીજળી ઉત્પાદનની સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે વીજ કંપનીઓ દ્વારા પણ વીજ પુરવઠો બેલેન્સ કરવા ગામડાઓમાં રાત્રે 5  થી લઇને 7 કલાક સુધીનો વીજકાપ આપવાનું શરૂ કર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે જમવાના સમયથી જ પાવર કટ થઈ જતો હોવાથી ગ્રામજનો વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ ઊઠે છે. અત્યારે ખેતર વિસ્તારમાં રહેતા લોકો ચોમાસાની સિઝનમાં ઝેરી જીવજંતુઓ થી પરેશાન છે. ત્યારે રાત્રે અંધારપટ સર્જાઈ જતા વધુ પરેશાની ભોગવી રહ્યા છે એક તરફ શાળાઓ શરૂ થઇ જતા વિદ્યાર્થીઓને પણ વાંચવા લખવા માં મુશ્કેલી પડી રહી છે. અને હજુ પણ વધુમાં વધુ વીજ કાપ આવશે તેવી વાતોથી ગ્રામજનો ચિંતિત થઇ રહ્યા છે. જોકે આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપની ના બનાસકાંઠા સર્કલ ઇજનેર એલ એ ગઢવીએ જણાવ્યું હતું કે આ વીજ કાપ કાયમી નથી હંગામી છે. અત્યારે પાવર સ્ટેશનોમાં થી બેલેન્સ કરવા વીજકાપ આપવામાં આવે છે જે ટૂંક સમયમાં પૂર્વવત થઇ જશે.ખેડૂતોનું માનીએ તો હાલમાં ugvcl દ્વારા જે દિવસે લાઈટ કાપ આપવામાં આવ્યો છે તેનાથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે.અગાઉ પણ જિલ્લામાં મોટું જળ સંકટના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે.તો તરફ ડીસામાં 15 દિવસ અગાઉ પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે હાલમાં જે પ્રમાણે દિવસે લાઈટ કાપ આપવામાં આવ્યો છે તેના કારણે ખેતી કરવામાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા દિવસે લાઈટ ન કાપી રાત્રીના સમયમાં લાઈટ કાપ આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

 

સરકાર એક તરફ ગુજરાતનો ખેડૂત આગળ વધે તે માટે મોટી મોટી વાતો કરે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની છેલ્લા 2 વર્ષથી જમીન પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે.એક તરફ કુદરત પ્રકોપમાં ખેડૂત બેહાલ થયો છે.તો બીજી તરફ તાજેતરમાં લાઈટ કાપ આપવાથી ખેડૂત ભારે હાલાકી ભોગવી રહ્યો છે.ત્યારે હાલ સરકાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની વેદના સાંભળી યોગ્ય ન્યાય આપે તેવી ખેડૂતોની માંગ છે...

 

Download Our B K News Today App



Related News