કોરોનાને લઈ તૈયારીઓ વચ્ચે સમસ્યા!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-22 16:43:47
  • Views : 79
  • Modified Date : 2023-12-22 16:43:47

મહેસાણાની કડી સિવિલ હોસ્પિટલનો ઓક્સિજન પ્લાન્ટ ખોટકાયો છે. ઓક્સિજન પ્લાન્ટનો વાલ્વ છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં છે. ખામી સર્જાવાને લઈ પ્લાન્ટનો વાલ્વ છેલ્લા દશેક દિવસથી બંધ હાલતમાં છે. એક તરફ કોરોનાના નવા વેરિયન્ટને લઈ રાજ્યનુ આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે, ત્યાં કડીમાં ઓક્સિજન પ્લાન્ટ જ ચાલુ નથી.વાલ્વમાં ખામી સર્જાઈ હોવાને લઈ આ પ્લાન્ટ બંધ હોવાનું સિવિલના સુપ્રિટેન્ડેટે બતાવ્યુ છે. તેઓએ કહ્યુ હતુ કે, પ્લાન્ટ ખરાબ થયો નથી પરંતુ વાલ્વ ખરાબ થવાને લઈ આ સમસ્યા સર્જાઈ છે. જોકે આ માટી સમસ્યા નહીં હોવાનો દાવોસ કર્યો હતો.આ માટે સલંગ્ન એજન્સીને જાણ કરવામાં આવી છે અને શક્ય એટલી ઝડપથી આ સમસ્યાને દૂર કરવામાં આવશે એમ બતાવ્યુ છે.

Download Our B K News Today App



Related News