પ્રિયંકા ગાંધીએ પોતાની કારના કાચ જાતે જ સાફ કર્યા, યોગીના મંત્રીએ કહ્યું- કાચને બદલે મોં સાફ કરવું જોઈએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 15:14:23
  • Views : 266
  • Modified Date : 2021-02-04 15:15:06

    કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુરુવારે ઉત્તર પ્રદેશના રામપુર જઇ રહ્યાં હતા. રસ્તામાં જ તેઓ પોતાની કારની કાચ સાફ કરતા નજરે પડ્યા. વિન્ડસ્ક્રીન સાફ કરતા પ્રિયંકાનો ફોટા વાયરલ થયો ત્યારે ઉત્તર પ્રદેશ સરકારના લઘુમતી કલ્યાણ પ્રધાન મોહસીન રઝાએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ કાચને બદલે પોતાનું મોં સાફ કરવું જોઈએ.

    આ પહેલા દિલ્હીથી રામપુર જતા હતા ત્યારે હાપુડમાં પ્રિયંકાના કાફલાની કાર ટકરાઈ હતી. રાહતની વાત છે કે કોઈને ઈજા થઈ નથી. જણાવાયું છે કે પ્રિયંકાની કારનું વાઇપર ચાલતું ન હતું. આને કારણે વિઝિબિલિટીની સમસ્યાને કારણે ડ્રાઇવરે અચાનક બ્રેક મારી, તો પાછળ આવી રહેલા વાહન ચાલકોને પણ બ્રેક મારવી પડી હતી. જેના કારણે વાહનો ટકરાઈ ગયા હતા. અકસ્માત બાદ પ્રિયંકા પોતાની કારના કાચ જાતે સાફ કરતા જોવા મળ્યાં હતા. અકસ્માત બાદ પ્રિયાંકાએ કારમાંથી નીચે ઉતારીને જાતે જ કાચ સાફ કર્યા હતા.ખેડુતોના મુદ્દે સંસદથી સડક સુધી હોબાળો થઈ રહ્યો છે. આ સિલસિલામાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના રામપુરના ડિબડિબા ગામ પહોંચ્યા હતા. અહીં તે ટ્રેક્ટર રેલીમાં માર્યા ગયેલા ખેડૂત નવરીતસિંહની તેરમાંમાં સામેલ થયા હતા. 26 જાન્યુઆરીએ, કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજી હતી. આ દરમિયાન પ્રદર્શંકારીઓએ અંકે જગ્યાએ હિંસા અને તોડફોડ પણ કરી હતી. ઉત્તર પ્રદેશના રામપુરની ખેડૂત નવરીતસિંહે પણ આ રેલીમાં ભાગ લીધો હતો.26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન અકસ્માતમાં નવરિતનું મૃત્યુ થયું હતું.

    કોંગ્રેસ ખેડુતોનું સમર્થન કરતાં સરકારને ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ કરી રહ્યું છે. બુધવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમાં એવું કહેવામાં આવતું હતું કે સરકાર ખેડુતોને કેમ ધમકી આપી રહી છે, તેમને કેમ માર મારવામાં આવી રહ્યો છે? તેના બદલે સરકાર તેમની સાથે કેમ વાતચીત નથી કરતી? ખેડુતો મુદ્દે રાહુલે છેલ્લા 15 દિવસમાં 3 પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છે.


    રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પણ બુધવારે ગૃહમાં કહ્યું હતું કે સરકારે ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવા જોઈએ, જો વડાપ્રધાન પોતે આ જાહેરાત કરે તો સારું રહેશે. આઝાદે કહ્યું હતું કે, અંગ્રેજોને પણ ખેડૂતો સમક્ષ નમવું પડ્યું હતુ.

Download Our B K News Today App



Related News