ખાનગી શાળા છોડી વાલીઓ સરકારી શાળાની તરફ વળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-17 14:21:54
  • Views : 396
  • Modified Date : 2020-01-17 14:21:54

ખાનગી શાળા છોડી વાલીઓ સરકારી શાળાની તરફ વળ્યા



સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં ૩૪૪ અને ૩૪૬ શરૂ થયાના માત્ર ત્રણ વર્ષમાં જ એડમીશન માટે વિદ્યાર્થીઓની પડાપડી થઈ રહી છે. આજથી વર્ષ ૨૦૨૦-૨૧ માટે એડમીશન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં વાલીઓની લાઈનો લાગી ગઈ છે. આમ, હવે જાગૃત અને સમજદાર વાલીઓ દ્વારા નવા ટ્રેન્ડનો ચીલો સામે આવી રહ્યો છે અને ખાનગી કે હાઇફાઇ સ્કૂલનો ખોટો મોહ કે દંભ છોડી સારૂ અને સાચા અર્થમાં ગુણવત્તાયુકત શિક્ષણ પૂરુ પાડતી સરકારી શાળામાં પોતાના સંતાનોને ભણાવવાનો બહુ જ સારો કહી શકાય તેવો સંદેશો સમાજમાં વહેતો કર્યો છે. અમદાવાદ શહેરમાં પણ હવે મ્યુનિસિપિલ સ્કૂલ બોર્ડની શાળાઓમાં હાઇટેક અને ઘણી સારી સુવિધાઓ સાથે ગુણવત્તાયુકત શિક્ષણ આપવાનું શરૂ કર્યું હોઇ શહેરીજનો પણ તેમના સંતાનોને સ્કૂલ બોર્ડની શાળાઓમાં પ્રવેશ લેવાનું શરૂ કર્યું છે. જેથી હવે ખાનગી શાળાઓનો દંભ છોડી સરકારી શાળાઓમાં પ્રવેશનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણમાં ૨૦૧૭માં ૩૦૦ વિદ્યાર્થીની સંખ્યા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં ૩૪૪ શરૂ કરવામાં આવી હતી. જા કે, બે જ વર્ષમાં અન્ય એક સ્કૂલ શ્રી પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૪૬ને મર્જ કરી વર્ગો વધારી દેવાની શિક્ષણ સમિતિને ફરજ પડી હતી. આ પાછળનું કારણ એ છે કે, સ્કુલમાં વર્ગની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીના સમાવેશ બાદ પણ હાલ નવા એડમીશન માટે વિદ્યાર્થીઓનો ઘસારો છે. નવા એડમીશન માટેની અરજીઓમાં ૯૮ ટકા જેટલી અરજીઓ તો ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની છે.  ઉત્રાણની સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધરવા પાછળનું કારણ આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે કરેલી આત્મીયતા છે. શાળના આચાર્યએ કહ્યું હતું કે, 



Download Our B K News Today App



Related News