બારડોલી-ગંગાધરા વચ્ચે ભૂસાવલથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલર્સની બસ ખાડીમાં પલટી મારી ગઈ, 15 મુસાફર ગંભીર ઈજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 12:04:12
  • Views : 312
  • Modified Date : 2020-11-28 12:04:12

    સુરત જિલ્લાના બારડોલી-ગંગાધરા વચ્ચે ભૂસાવલથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલર્સની બસ ખાડીમાં પલટી મારી ગઈ હતી. જેથી બાળકો, મહિલાઓની ચિચિયારીઓથી રોડ ગૂંઝી ઉઠ્યો હતો. બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુસાફરને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  યસ ટ્રાવેલર્સની ખાનગી બસ મહારાષ્ટ્ર-ભૂસાવલથી 35 જેટલા મુસાફરોને ભરીને અમદાવાદ રવાના થઈ હતી. રાત્રે અઢીથી વાગ્યા વચ્ચે સુરત જિલ્લાના બારડોલી-ગંગાધરાથી પસાર થઈ હતી. દરમિયાન અચાનક બસ ખાડીમાં પલટી મારી ગઈ હતી. ભરનિંદરમાં રહેલા મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. બસે ત્રણ પલટી મારી જતા મુસાફરો એક બીજા નીચે દબાઈ ગયા હતા. બાળકો, મહિલાઓની ચિચિયારી બાદ રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા.

    ખાડીમાં પલટી મારી ગયેલી બસમાંથી તમામ મુસાફરોને બહાર કઢાયા બાદ 108ની મદદથી તમામને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 35 જેટલા મુસાફર પૈકી 15 જેટલા ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે 5 જેટલા મુસાફરને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓને પણ સમાવેશ થાય છે. બસમાં સવાર મુસાફરોએ આરોપ મૂક્યો હતો કે, રાત્રે અઢીથી 3 વાગ્યાની વચ્ચે આ બનાવ બન્યો હતો. ડ્રાઈવર અને કંડક્ટર ચાલુ બસે કૂદી ગયા હતા. આ સાથે યસ ટ્રાવેલર્સનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હતો. ઘટના બાદ ડ્રાઈવર અને કંડક્ટર પણ જોવા મળ્યા ન હતા.

Download Our B K News Today App



Related News