કોરોના કાળમાં વડોદરા જેલમાંથી જામીન મેળવી કેદીઓ હાજર જ નથી થતા, વધુ એક ગોધરાનો કેદી ફરાર થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:36:11
  • Views : 328
  • Modified Date : 2020-09-26 12:36:11

     કોરોના મહામારી વચ્ચે વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદીઓ જામીન ઉપર છૂટ્યા બાદ જેલમાં હાજર ન થનાર કેદીઓમાં વધારો થઇ રહ્યો છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો ગોધરાનો કેદી વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

વડોદરાની મધ્યસ્થ જેલમાં જામીન મેળવી ફરાર
ગોધરાના વેજલપુર રોડ પર આવેલ ભૂખરીની વાડી ખાતે રહેતો અબ્દુલ્લા ઈસ્માઈલ ઘાંચી વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. અને તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા કેટલાંક વર્ષોથી સજા ભોગવી રહેલા કેદી અબ્દુલ્લા ઘાંચીને હાઇકોર્ટના આદેશાનુસાર 30 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. અને જામીન પૂરા થયા બાદ તેને જેલમાં હાજર થવાનું હતું. પરંતુ, તે હાજર થયો ન હતો. દરમિયાન જેલરે રાવપુરા પોલીસ મથમાં ફરિયાદ નોંધાવી હતી.

કોરોના મહામારીના પગલે જામીન મળ્યા હતા
રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ગોધરાના કેદી અબ્દુલ્લા ઘાંચીને કોરોના મહામારીના પગલે હાઇકોર્ટ દ્વારા ત્રીસ દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. તેને તા. 11- 9- 2020 ના રોજ કેદીને પરત જેલમાં હાજર થવાનું હતું. પરંતુ, તે હાજર નહીં થતાં જેલર પી. પી. પાંડોરે કેદી વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રાવપુરા પોલીસે ફરિયાદના આધારે પ્રિઝન્સ એકટની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરાર કેદીઓને બનાવવા આવી છે વિશેષ સ્ક્વોડ
ઉલ્લેખનિય છે કે, કોરોનાની મહામારીના કારણે હાઇકોર્ટ દ્વારા અનેક કેદીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. કેટલાંક કેદીઓ જામીનની મુદત પૂરી થયા બાદ હાજર થઇ ગયા છે. પરંતુ, અનેક કેદીઓ હજુ જામીન પુરા થયા છતાં, હાજર થયા નથી. તેવા કેદીઓ સામે ફરિયાદો નોંધાઇ રહી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, જામીન ઉપર મુક્ત કેદીઓ-આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લામાં વિશેષ સ્ક્વોડ પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ, આ સ્ક્વોડ કાગળ ઉપર જ બનેલું હોય તેમ જણાય છે.

Download Our B K News Today App



Related News