PM મોદીએ અસહમતીના સૂર પણ સાંભળવા જોઈએ, સંસદમાં તેમની હાજરીથી જ ઘણો ફેરફાર આવી શકે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 11:28:49
  • Views : 257
  • Modified Date : 2021-01-06 11:28:49

    પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય પ્રણવ મુખર્જીની બુક્સ ધ પ્રેસિડેન્શિયલ ઈયર્સ મંગળવારે બજારમાં આવી ગઈ છે. બુકમાં કહેવામાં આવ્યું છે કે PM મોદીએ અસહમતીના સૂર પણ સાંભળવા જોઈએ. આ સિવાય એમાં કહેવામાં આવ્યું છે કે સંસદમાં તેમની હાજરીથી પણ ઘણો ફેરફાર આવી શકે છે. એમાં વધુ એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. એ મુજબ નેપાળ ભારતનું રાજ્ય બનવા માગતું હતું. જોકે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ નેપાળના રાજા ત્રિભુવન બીર બિક્રમ શાહના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. આ અંગે નેહરુની પ્રતિક્રિયા હતી કે નેપાળ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેણે હંમેશાં એવું જ રહેવું છે.પ્રણવ આગળ લખે છે કે જો પંડિત નેહરુની જગ્યાએ ઈન્દિરા ગાંધી હોત તો તેઓ કદાચ આ તકનો ફાયદો ઉઠાવત, જેવું તેમણે સિક્કિમની સાથે કર્યું. તેમની આ બુક્સમાં દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી વિશે પણ તમામ વાતો છે.

    એક જગ્યાએ પ્રણવ લખે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસહમતીના સૂર પણ સાંભળવા જોઈએ. તેમણે વિપક્ષને રાજી કરવા અને દેશ સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે સંસદમાં વધુ બોલવું જોઈએ. મોદીની માત્ર હાજરી જ સંસદના કામમાં ખૂબ ફેરફાર લાવી શકે છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી કે મનમોહન સિંહ આ બધાએ સંસદમાં હાજરીનો અનુભવ કરાવ્યો છે. વડાપ્રધાન મોદીએ તેમના બીજા કાર્યકાળમાં તેમનામાંથી પ્રેરણા લઈને સંસદમાં હાજરી વધારવી જોઈએ. તેમની બુક મુજબ, મોદી સરકારના કાર્યકાળમાં સંસદ સુચાર રૂપથી ન ચાલી શકી. એનું કારણ અહંકાર અને અકુશળતા છે.

    આ ક્રમમાં આગળ લખ્યું છે કે મોદીએ 8 નવેમ્બર 2016એ નોટબંધીની જાહેરાત કરી, જોકે એ પહેલાં તેમણે આ બાબતે મારી સાથે આ મુદ્દાની ચર્ચા કરી નથી. જોકે આ બાબતે મને કોઈ વાંધો પણ ન હતો, કારણ કે આવી જાહેરાત અચાનક થવી જરૂરી છે. પૂર્વ રાષ્ટ્રપતિએ આ અંગે પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું છે કે હું UPA સરકારના સમયે વિપક્ષના સતત સંપર્કમાં હતો. સંસદ ચલાવવાનો પ્રયાસ કરતો હતો. સંસદમાં સંપૂર્ણ સમય હાજર રહેતો હતો.

    પ્રણવના જણાવ્યા મુજબ, મને લાગે છે કે મારા રાષ્ટ્રપતિ બન્યા પછી કોંગ્રેસે પોલિટિક્સ ફોકસ ખોવા દીધો. પાર્ટીએ જાણી ન શકી કે તેનું નેતૃત્વ સમાપ્ત થઈ ચૂક્યું છે. એ 2014ની લોકસભામાં તેના હારનાં કારણોમાંનું એક રહ્યું હશે. એ પરિણામોમાંથી મને એ રાહત મળી કે નિર્ણાયક જનાદેશ આવ્યો. જોકે મારી પાર્ટી રહેલી કોંગ્રેસના દેખાવોથી નિરાશા થઈ.

Download Our B K News Today App



Related News