લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આહ્વાન, પદાધિકારીઓને આપ્યા સૂચનો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-23 14:32:39
  • Views : 75
  • Modified Date : 2023-12-23 14:32:39

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી જીતવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવવા ભાજપના પદાધિકારીઓને સૂચન કર્યા છે. જમીની સ્તર પર કામ કરવા પણ વડાપ્રધાને સૂચન કર્યા હતા.લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓને સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તાકાત લગાવવા આહ્વાહન કર્યું હતુ. સાથે જ આત્મવિશ્વાસમાં રહ્યા વગર જમીની સ્તર પર કામ કરવા સલાહ આપી હતી. લોકો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારના કામ લઈ જવા જણાવ્યુ હતુ.આ સાથે જ વડાપ્રધાને યુવાઓ, ગરીબ, મહિલા અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રીય રાખવા સૂચના આપી હતી. આ બેઠકની શરૂઆતમાં ભાજપના રાષ્ટ્રીય સચિવે લોકસભામાં 10 ટકા વોટશેર વધારવા પ્લાન રજૂ કર્યો હતો.

Download Our B K News Today App



Related News