વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહત્વના ત્રણ સેમિ કન્ડકટર પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-13 12:51:04
  • Views : 88
  • Modified Date : 2024-03-13 12:51:04

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહત્વના ત્રણ સેમિ કન્ડકટર પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યુ છે. આમ તો આ ત્રણેય પ્રોજેક્ટ ખૂબ જ મહત્વના છે.ત્રણ પૈકી બે પ્રોજેક્ટ ગુજરાતના જ અમદાવાદમાં શરુ થશે. ગુજરાત ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધાવાળા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન,આસામમાં મોરીગાંવ અને ગુજરાતમાં સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાઓ માટેના પ્રોજેક્ટની શરુઆત થઇ છે.પીએમ મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને રાજ્યોમાં આશરે 1.25 લાખ કરોડ રુપિયાના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેક્નોલોજી વિકાસ માટે એક મુખ્ય વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરશે. જે દેશના યુવાનો માટે રોજગારીની ઘણી તકો ઊભી કરશે.ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સની સ્થાપના માટે સુધારેલી યોજના હેઠળ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્થાપિત કરવામાં આવશે. જેના પર 91,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. આ દેશની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબની શરૂઆતને ચિહ્નિત કરશે.ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ માટેની સુધારેલી યોજના હેઠળ આશરે રૂ. 27,000 કરોડના રોકાણ સાથે આસામના મોરીગાંવ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ સુવિધા વિકસાવવામાં આવશે.ગુજરાતના સાણંદમાં આવેલી OSAT સુવિધા CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ માટેની સુધારેલી સ્કીમ હેઠળ આશરે  7500 કરોડ રુપિયાનું રોકાણ કરવામાં આવશે.આ સેમી કંડક્ટર પ્લાન્ટમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સ, ટેલીકોમ, ડિફેંસ, ઓટોમોટિવ, કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ડિસપ્લે, પાવર ઈલેક્ટ્રિસિટી વગેરે માટે પાવર મેનેજમેન્ટ ચિપ્સ બનાવાશે… આની શરૂઆતી માસિક ઉત્પાદન ક્ષમતા 50 હજાર વેફર જેટલી રહેશે. જેમાં એક વેફરમાં 5 હજાર ચિપની ક્ષમતા હોય છે.પીએમ મોદીએ શિલાન્યાસ બાદ કહ્યું કે, આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ.  ભારત એક અગ્રણી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે તૈયાર છે. ત્રણ પ્લાન્ટ આર્થિક વૃદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યુંઆજે યુવાનો જોઈ રહ્યા છે કે કેવી રીતે ભારત પ્રગતિ માટે, આત્મનિર્ભરતા માટે અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં તેની હાજરી માટે સર્વાંગી કાર્ય કરી રહ્યું છે. આ પ્રયાસો તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો કરશે અને જ્યાં પણ આત્મવિશ્વાસુ યુવક હોય છે, તે ભાગ્ય બદલી નાખે છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કેમેડ ઈન ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયા ચિપ ભારતને નવા સીમાચિહ્નો હાંસલ કરવામાં મદદ કરશે. વિવિધ કારણોને લીધે, ભારત પ્રથમ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન પાછળ રહી ગયું હતું. જો કે, ભારત આત્મવિશ્વાસ સાથે ઇન્ડસ્ટ્રી 4.0 માં અગ્રેસર છે. વડાપ્રધાને કહ્યુ, ભારત પહેલેથી જ એક ટેક-સ્પેસ, પરમાણુ શક્તિ અને ડિજિટલ શક્તિ છે. આગામી સમયમાં, અમે સેમિકન્ડક્ટર્સ અને સંબંધિત ઉત્પાદનોનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરીશું. ભારત ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં પણ વૈશ્વિક શક્તિ બનશે. નિર્ણયો અને નીતિઓ આજનો દિવસ આપણને ભવિષ્યમાં વ્યૂહાત્મક લાભ આપશે. ભારતમાં રોજગારના નવા અવસર ઊભા થશે.

Download Our B K News Today App



Related News