વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-24 12:58:37
  • Views : 71
  • Modified Date : 2024-02-24 12:58:37

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આજે રાત્રે 9 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થશે. તેમજ જામનગરમાં રોડ શો યોજાશે. રોડ શો બાદ વડાપ્રધાન જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વાસીઓને વિકાસના કાર્યોની અનેક ભેટ આપવાના છે. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેમનું સવારે 07:35 કલાકે બેટ દ્વારકામાં આગમન થશે. 07:45 કલાકે બેટ દ્વારકા મંદિરમાં દર્શન કરશે. 08:25 કલાકે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. 09:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે. 12:15 કલાકે ખાતમુહૂર્ત, લોકાર્પણ અને સંબોધનનો કાર્યક્રમ છે. 03:30 વાગ્યે રાજકોટ AIIMSની મુલાકાત લેશે. 04:45 કલાકે રેસકોર્ષ મેદાનમાં જાહેરસભા કરશે. રાત્રે 08:00 વાગ્યે રાજકોટથી દિલ્લી જવા રવાના થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ 48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના છે.વડાપ્રધાન દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું લોકાર્પણ કરવાના છે. જેમાં રાજકોટ AIIMSનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ AIIMSનું નિર્માણ લગભગ 1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ AIIMS ના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક AIIMS નું ઉદ્ઘાટન થશે.વડાપ્રધાન તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં ફેઝ-1 હેઠળ ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹11,00 કરોડથી પણ વધારે છે.વડાપ્રધાન આગામી 25 ફેબ્રુઆરીના રોજ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ભાગનગરમાં 2000 કરોડના ખર્ચે નિર્માણ થયેલા બે હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં 1500 કરોડના ખર્ચે બનનારા નવા છ લેન હાઇવેનું ખાતમુહુર્ત કરશે. આ તમામ હાઇવેના બાંધકામનો કુલ ખર્ચ 3800 કરોડ કરતા વધારે છે.

Download Our B K News Today App



Related News