બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં સણાદર ખાતે ૬૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા બનાસ ડેરીના નવીન પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-20 11:28:39
  • Views : 199
  • Modified Date : 2022-04-20 11:28:39

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં સણાદર ખાતે ૬૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા બનાસ ડેરીના નવીન પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં સણાદર ખાતે ૬૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા બનાસ ડેરીના નવીન પ્લાન્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો હતો. લાખ્ખો લોકોની હાજરી વચ્ચે આજે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બનાસ ડેરીના વિવિધ પ્રોજેકટોનો ઇ-લોકાર્પણ કર્યું હતું..

 

એશિયાની નંબર વન ડેરી એટ્લે બનાસ ડેરી... બનાસ ડેરી દ્વારા તાજેતરમાં એક જ દિવસમાં નેવું લાખ લિટર દૂધની આવક મેળવી હતી.. આટલી માતબર આવક હોવાના લીધે બનાસ ડેરી માટે એક અલાયદા પ્લાન્ટની જરૂરિયાત ઊભી થઈ હતી.. જેથી બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક આવેલા સણાદર ગામમાં ૬૧૦ કરોડના ખર્ચે ૧૫૧ વીઘા જમીન પર બનાસ ડેરી દ્વારા નવીન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.. આ સંકૂલમાં તૈયાર થયેલા વિવિધ પ્રોજેકટના લોકાર્પણ તેમજ નવીન પ્રોજેકટોના ભૂમિ પૂજન માટે નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હતા.. બનાસ ડેરી દ્વારા તૈયાર થયેલા આ પ્લાન્ટમાં ચીઝ અને વે પ્રોટીન પાવડરનો પ્લાન્ટ, જૈવિક ખાતરનો પ્લાન્ટ અને બાયો ગેસના પ્લાન્ટનું પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું હતું.. જ્યારે બનાસકાંઠા જીલ્લામાં ખીમાણા, રતનપુરા, થાવર તથા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તૈયાર થનારા ગોબર ગેસ પ્લાન્ટનું પણ ભૂમિ પૂજન કર્યું હતું.. લાખ્ખોની જનમેદની વચ્ચે આજે પ્રધાનમંત્રી બપોરના બાર વાગ્યાની આસપાસ સણાદર ખાતે પહોંચી ગયા હતા.. પ્રધાનમંત્રીનું આગમન થતાં ઉપસ્થિત જનમેદની પણ ઉત્સાહિત થઈ ઉઠી હતી.. બનાસ ડેરી દ્વારા દૂધની સાથે સાથે બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ, મધ ઉછેર કેન્દ્ર, જૈવિક ખાતર અને ગોબર ગેસમાથી સી.એન.જી. ગેસ, રેડિયો સ્ટેશન જેવા સાહસો શરૂ કરવામાં આવ્યા છે અને તેની મદદથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની આવકમાં વધારો કરવામાં સફળતા મળી છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રવાસ પર છે ત્યારે આજે તેમના પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલા સણાદર પહોંચ્યા હતા અને ૬૧૦ કરોડના ખર્ચે ૧૫૧ વીઘા જમીન પર તૈયાર થયેલા બનાસ ડેરીના વધુ એક પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું.. આજે લાંબા અરસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લામાં પહોંચતા તેમને નિહાળવા માટે લાખ્ખોની સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.. દૂર દૂર સુધી નરેન્દ્ર મોદીને નિહાળવા માટે લોકોના ટોળાં જોવા મળી રહ્યા હતા. આજે બનાસકાંઠાની ધરતીના મહેમાન બનેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ, ગુજરાત સરકારના મંત્રી કીર્તિસિંહ વાઘેલા,  સહિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ હજાર રહ્યા હતા.. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના આમંત્રણને માન આપીને ખાસ બનાસકાંઠા જિલ્લામાં પધારેલા નરેન્દ્ર મોદીનો નવો જ અવતાર જોવા મળ્યો હતો.. બનાસકાંઠા જિલ્લાની મહિલાઓએ જ્યારે વડાપ્રધાનના ભોમણા લીધા હતા ત્યારે મંચ પર બેઠેલા મોદી ભાવુક થઈ ઉઠ્યા હતા.. અને બનાસકાંઠા જિલ્લાની મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.. નરેન્દ્ર મોદીના આગમન બાદ શંકરભાઇ ચૌધરી દ્વારા પ્રધાનમંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.. સન્માનમાં શંકરભાઇ ચૌધરીએ માં જગદંબાની મુર્તિ અને માતાજીની ચુંદડી આપી હતી.. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંચ પર સભાને સંબોધવા આવ્યા હતા.. પ્રધાનમંત્રી આજે પોતાનું વક્તવ્ય શરૂઆતમાં પ્રાદેશિક મીડિયાને ધ્યાનમાં લઈને હિન્દીમાં શરૂ કર્યું હતું.. અને ત્યારબાદ ગુજરાતી ભાષામાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું હતું.. પોતાના વક્તવ્યની શરૂઆતમાં નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જેવા સૂકા અને પછાત વિસ્તારમાં શ્વેત ક્રાંતિ સર્જનાર ગલબાકાકાને યાદ કરીને કર્યું હતું અને ત્યારબાદ આજે પધારેલી મહિલાઓએ નરેન્દ્ર મોદીના ભોમણા લીધા તે બદલા તેમને મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં પોતાનું સંબોધન શરૂ કરતાં આજે તેમના મુખ્યમંત્રી કાળની યાદ આવી ગઈ હતી.. દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી મોટાભાગે હિન્દીમાં જ સંબોધન કરતાં હોય છે.. પરંતુ આજે પ્રધાનમંત્રી ગુજરાતી બોલતા સાંભળવા મળ્યા હતા.. આજે તેમના વક્તવ્યમાં તેમને ગલબાકાકાને યાદ કર્યા બાદ બનાસ ડેરીએ કોરોના કાળ દરમ્યાન પણ કરેલા વિકાસ કાર્યોની યશ ગાથા રજૂ કરી હતી અને પોતાના મુખ્યમંત્રીના કાર્યકાલ દરમ્યાન પણ તેમણે બનાસ ડેરી માટે કરેલા કાર્યો યાદ કર્યા હતા..

બનાસ ડેરીની વિકાસ ગાથા રજૂ કરતાં મોદીએ ઉમેર્યું હતું કે બનાસ ડેરી વર્ષમાં આઠ લાખ પચાસ હજાર કરોડના દૂધનું ઉત્પાદન કરે છે જે એક કીર્તિમાન છે.. ઘઉં અને ચોખાના સાથે મળીને થતાં ઉત્પાદન કરતાં પણ બનાસ ડેરી દૂધનું ઉત્પાદન વધુ કરે છે.. અને તેના લીધે બનાસકાંઠા જિલ્લા જેવા સૂકા અને પછાત વિસ્તારના ખેડૂતો માટે બનાસ ડેરી આશીર્વાદરૂપ બની રહી છે.

આજે નરેન્દ્ર મોદી બનાસકાંઠા જીલ્લામાં સર્જાયેલી પાણીની અછતને લઈ પણ ગંભીર જોવા મળ્યા હતા.. અને બનાસકાંઠા જિલ્લામાથી પાણીની તંગી દૂર કરવા માટે બનાસકાંઠા જીલ્લામાં પાણીનો સંગ્રહ કરવા પર ભાર મૂક્યો હતો અને આઝાદીના ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જીલ્લામાં ૭૫ મોટા તળાવોને ઊંડા કરવામાં આવે જેથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરી શકાય... અને પાણીની તંગીમાથી મુક્ત થઈ શકાય...

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જીલ્લામાં પર્યટનને લઈ થયેલા વિકાસ પર પણ ભાર મૂક્યો હતો અને બનાસકાંઠા જિલ્લાની આંતર રાષ્ટ્રીય સરહદ પર નડાબેટ બોર્ડર પર શરૂ થયેલા સીમા દર્શન કાર્યક્રમની પણ પ્રસંસા કરી હતી.. અને રાજ્ય સરકારની આ યોજના આગામી સમયમાં પર્યટકોને આકર્ષવામાં ખૂબ જ મદદરૂપ થશે અને તેનાથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગરીબ લોકોને મોટો આર્થિક લાભ થશે.

Download Our B K News Today App



Related News